પતિ વિદેશમાં નોકરી કરે ને પ્રેગ્નન્ટ કાકીએ ભત્રીજા પર બગાડી આંખ ને ચાલું થયું ચક્કર

સાત મહિનાની પ્રેગ્નન્ટ મહિલાએ પ્રેમી સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી હતી. મરતાં પહેલાં યુવકે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ચલતે હૈ રામજી કે પાસ, દોનો કો એક હી ચિતા પર જલાના.’ આ ઘટના સવારે ચાર વાગે બની હતી. બંને વચ્ચે કાકી-ભત્રીજાનો સંબંધ છે. આ ઘટના રાજસ્થાનના સીકરના લક્ષ્મણગઢના દિસનાઉ ગામનો છે.

પોલીસે કહ્યું હતું કે મૃતક પૂજા ઉર્ફે લક્ષ્મી 24 વર્ષીય છે. પૂજાનો પતિ સાઉદી અરબમાં કામ કરે છે. પૂજાને દોઢ વર્ષની દીકરી છે. પૂજા સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી. તેનું પિયર ગોકુલપુરા સીકરમાં છે. મૃતક યુવક તેના જેઠનો દીકરો છે.

ખેતરમાં બનેલા કૂવામાં કૂદ્યાઃ પોલીસે કહ્યું હતું કે બંનેની લાશ ખેડૂત શિવનાથના ખેતરમાં બનેલા કૂવામાંથી મળી આવી હતી. બૂમો સંભળાયા બાદ ખેડૂતો કૂવામાં જોયું તો ઘટનાની જાણ થઈ હતી. કૂવાની પાસેથી ચંપલ મળી આવ્યા હતા અને તેના આધારે મૃતકોની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે લોરિંગ મશીનથી લાશો બહાર કાઢીને હોસ્પિટલ મોકલી હતી. પોસ્ટમોર્ટમ બાદ પરિવારને ડેડબોડી આપવામાં આવી હતી.

પોસ્ટમોર્ટમ કરીને ગર્ભવતીના પેટમાંથી બાળકી કાઢવામાં આવીઃ પૂજાને પ્રેગ્નન્સીનો સાતમો મહિનો જતો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન ડૉક્ટર્સે પૂજાના પેટમાંથી સાત મહિનાની બાળકીની ડેડબોડી કાઢી હતી. સુરેન્દ્ર, પૂજાના જેઠનો દીકરો છે. બંને વચ્ચે છેલ્લાં આઠ મહિનાથી અફેર હતું.

પરિવારને જાણ હતીઃ પડોશીઓએ કહ્યું હતું કે પૂજાની માતાએ દીકરીને આ અંગે ઠપકો આપ્યો હતો કે આ ઠીક નથી. તે સુરેન્દ્રનો સાથ છોડી દે. જોકે, પૂજાએ 10-15 દિવસ પહેલાં કહ્યું હતું કે તે સુરેન્દ્ર સાથે જ રહેવા ઈચ્છે છે.

error: Content is protected !!