SPને ખુલ્લી ચેલેન્જ ફેંકનાર લેડી ડોનની ધરપકડ, હાલત થઈ ગઈ સાવ આવી, જુઓ તસવીરો

પોતાને રાજસ્થાનની નવી લેડી ડોન તરીકે ઓળખાવનાર કમલા ચૌધરીની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા દ્વારા નાગૌર SPને પડકારવા અને હથિયારો સાથે વીડિયો અપલોડ કરવા બદલ તેના પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. નાગૌર પોલીસે લેડી ડોન કમલા વિરુદ્ધ આર્મ્સ અને IT એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. તેનું લોકેશન ગુરુવારે સવારે નાગૌરના વિજય વલ્લભ ચોકડી પરથી મળી આવ્યું હતું. તે સ્કૂટી પર જઈ રહી હતી. પોલીસે જોધપુર રોડ પરથી તેની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ જાયલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સોંપવામાં આવી છે.

બારાણી ગામની રહેવાસી કમલા ડિસેમ્બર 2020માં ચર્ચામાં આવી હતી. તેના પર સામુદાયિક આરોગ્ય અધિકારીને બ્લેકમેલ કરીને 11 લાખ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ હતો. પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. આ પહેલા કોતવાલી પોલીસ દ્વારા લેડી ડોન સામે આતંક ફેલાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કાર્યવાહીની કમલા પર બહુ અસર ન થઈ. બુધવારે મોડી રાત્રે, તેણી બેદરકારીપૂર્વક રસ્તાઓ ઉપર ફરતી હતી અને હરિયાણવી ગીતો પર રીલ બનાવીને વિડિઓ શેર કરી રહી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, કમલા પરિણીત છે. વર્ષ 2018માં લગ્ન કર્યા હોવા છતાં તે તેના ગામ બારાણીના એક છોકરા સાથે રહેવા ગઈ હતી. જ્યારે તેણી 6 મહિના પછી પરત આવી ત્યારે પરિવારના સભ્યોએ તેને અપનાવવાની ના પાડી દીધી હતી. આ પછી કમલા ખોટા લોકોના સંપર્કમાં આવી. તેણી વ્યસની થઈ ગઈ.

આ દરમિયાન તેને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની આદત પડી ગઈ હતી. જ્યારે તે પોતાની બિંદાસ અને બોલ્ડ સ્ટાઈલ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી તો તેના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવ્યા. થોડા જ સમયમાં તેને હજારો ફોલોઅર્સ મળી ગયા છે. ટૂંકા ગાળામાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિશાળ ફેન ફોલોઇંગ એકત્રિત કર્યું છે.

ડાન્સ વીડિયો શેર કરે છે, LIVE આવીને કરે છે ચેટ
કમલાએ ચાહકોને આકર્ષવા માટે બિંદાસ અને બોલ્ડ ડાન્સ સાથેના વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું. આ સાથે ચાહકો સાથે લાઈવ ચેટિંગ કરવાનું શરૂ કર્યું. તે હંમેશા પડકાર આપે છે કે પોલીસ તેને નુકસાન પહોંચાડી શકે નહીં.

હથિયારો સાથે બનાવે છે વીડિયો, ફાયર પણ કરે છે
પોલીસની ગાડીમાં બેઠેલા કમલા ચૌધરીના ફોટાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. હાલમાં જ કમલાએ સોશિયલ મીડિયા પર લાઈવ પોસ્ટ કર્યું હતું, જેમાં તેના હાથમાં દારૂની બોટલ અને કારતૂસ પણ જોવા મળે છે. કમલાએ હથિયારો સાથે ફાયરિંગ કરતી વખતે એક વીડિયો પણ શેર કર્યો છે.

SPને પડકાર ફેંકીને ફસાઈ
2 દિવસ પહેલા કમલાએ સોશિયલ મીડિયા પર કહ્યું- ‘હું રોજ એમડી લઉં છું અને જાતે જ લઉં છું. હું SP પાસેથી પૈસા લઈને એમડી નથી ખાતી. કોઈના બાપમાં હિંમત હોય તો રોકીને બતાવો. એસપી મારું રેકોર્ડિંગ જોઈ રહ્યા છે. તે જણાવે ક્યારે તેમના બંગલે આવીને પૈસા માંગ્યા હતા.

આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે અને કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. વીડિયોમાં કમલા નાગૌરના કેટલાક નેતાઓને ધમકી પણ આપી રહી છે. તે જિલ્લાના અનેક સરપંચોના નામ પણ લઈ રહી છે.

SPએ કહ્યું- પોલીસ પોતાનું કામ કરી રહી છે
નાગૌરના એસપી રામમૂર્તિ જોશી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે વીડિયોના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ ચાલી રહી છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.

error: Content is protected !!