લગ્નના 25 દિવસ બાદ ઘરેથી હનીમૂન મનાવવા નીકળેલા કપલને મળ્યું ધ્રજાવી દેતું મોત, પરિવાર પર આભ તૂટી પડ્યું

એક રડાવી દેતો દુખદ બનાવ સામે આવ્યો છે. લગ્ન બાદ હસીખુશીથી રહેતા એક કપલને જાણે કોઈની નજર લાગી ગઈ. નવો ઘરસંસાર શરૂ કર્યાને હજી માંડ 25 દિવસ પણ નહોતા થયાને દંપતી પર કાળ ત્રાટક્યો હતો. નવીનવેલી દુલ્હનના હાથની હજી મહેંદી પણ નહોતી સુકાઈને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. લગ્ન બાદ હનીમૂન માનવવા ગયેલા કપલનું દર્દનાક મોત થયું હતું. રિપોર્ટના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ચુરુ જિલ્લાના સરદારશહર શહેરમાં સ્થિત બિકાનેર રોડ પર ભોજુસર કુંડિયા પાસે ગુરુવારે રાત્રે કારની ટક્કરથી નવદંપતીનું મોત થયું હતું. માર્ગ અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ સ્ટેશનના અધિકારી બલરાજ સિંહ માન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કારમાં બેઠેલા નવપરિણીત યુગલને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં તબીબોએ બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બીકાનેર રીફર કર્યા હતા. રસ્તામાં દંપતીનું મોત નીપજ્યું હતું. શુક્રવારે સવારે 4 કલાકે બંનેના મૃતદેહ સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા અને સગાસંબંધીઓ આવ્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવપરિણીત યુગલના 25 દિવસ પહેલા લગ્ન થયા હતા. જેઓ હનીમૂન માટે રાજસ્થાનની મુલાકાતે આવ્યા હતા. હરિયાણાના ડબકૌલીના રહેવાસી સંજીવ કુમાર પુત્ર ઋષિપાલ જાટએ પોલીસ રિપોર્ટ આપતા જણાવ્યું કે મારો નાનો ભાઈ વિશાલ કુમાર, ઉમર 25 વર્ષ અને તેની પત્ની નેહા, 24 વર્ષ, 21 ફેબ્રુઆરીના રોજ એક કારમાં સવાર થઈને રાજસ્થાનમાં રોમિંગ માટે નીકળ્યા હતા.

ગુરુવારે રાત્રે તેઓ બિકાનેરથી નીકળીને ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે ભોજુસર બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે એક ટ્રકના ચાલકે બેફામ ઝડપે સામેથી કારને ટક્કર મારી હતી. જેના કારણે તેના ભાઈ અને ભાઈની પત્નીનું મોત થયું હતું. સંબંધીઓના રિપોર્ટના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

error: Content is protected !!