આવા શાહી લગ્ન ક્યાંય નહી જોયા હોય, 20 ઊંટો સાથે દુલ્હનને લેવા પહોંચ્યા વરરાજા, જુઓ તસવીરો

એક સમયે સાંભળવામાં થોડુ અટપટુ લાગે, પરંતુ આ હકીકત છે. રાજસ્થાનમાં આવા એક શાહી લગ્ન થયા હતા, જેમાં વરરાજા કન્યાને લેવા માટે ઊંટ પર આવ્યા હતા. વરરાજા સાથે જાન પણ ઊંટ પર સવાર હતી. 20 ઊંટ પર સવાર જાન બે કલાકમાં સાત કિલોમીટરની મુસાફરી કરીને દુલ્હનના ઘરે પહોંચી હતી.

હકીકતમાં, બાડમેર શહેરના દાનજી કી હોદીના રહેવાસી દલસિંહના એન્જિનિયર પુત્ર મલેશ રાજગુરુના લગ્ન સીતા કંવર સાથે શુક્રવારે થયા હતા. વરરાજાના દાદાની ઈચ્છા હતી કે પૌત્રની જાન ઊંટ પર નીકળવી જોઈએ. આવી સ્થિતિમાં ઊંટો પર જ જાન નીકળે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે છેલ્લા 5 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા.

લોકો પૂછતા રહ્યા જાન કયા રુટ પર આવશે
વરરાજાના પિતાનું કહેવું છે કે જેમણે પણ ઊંટ પરથી જાન કાઢવાની વાત સાંભળી છે, તે બઘાએ આના વખાણ કર્યા છે. દરેક લોકો અભિનંદન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે જૂની સંસ્કૃતિ પાછી લાવી રહ્યા છો. નવી સંસ્કૃતિની સાથે જૂની સંસ્કૃતિને પણ ભૂલવી ન જોઈએ તેવી લોકોને અપીલ કરું છું. લોકો ફોન કરીને પૂછતા રહ્યા કે શોભાયાત્રા કયા રસ્તે જશે.

વરરાજાએ કહ્યું- ખુશી છે કે દાદાની જાનની જેમ મારી પણ નીકળી
વર મલેશ રાજગુરુ કહે છે કે મારા દાદા અને પરદાદાની જાન ઊંટ પર ગઈ હતી. હવે લોકો ચોક્કસપણે કાર અને હેલિકોપ્ટરથી જાય છે, પરંતુ મારા દાદાની ઈચ્છા હતી કે મારી જાન ઊંટ પર નીકળવી જોઈએ. મને એ વાતનો પણ આનંદ છે કે મારા દાદાની જાનની જેમ મારી જાન પણ ઊંટો પર કાઢવામાં આવે. 2012માં દાદાનું અવસાન થયું હતું.

20 ઊંટોને જેસલમેરથી મંગાવામાં આવ્યા
વરરાજાના પિતા દલસિંહ કહે છે કે મારા પિતા પહાડસિંહની ઈચ્છા પૂરી કરવા અને જૂની સંસ્કૃતિને જીવંત રાખવા અમે ઊંટ પર શોભાયાત્રા કાઢી છે. આ માટે મારો પરિવાર છેલ્લા 5 મહિનાથી તૈયારી કરી રહ્યો હતો. જેસલમેરથી 20 ઊંટ લાવવામાં આવ્યા હતા. એક ઊંટની કિંમત 11 હજાર રૂપિયા અને ખાવા-પીવાનો ખર્ચો અલગથી લાગ્યો છે. તમામ ઊંટો પાછળ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ઊંટોને શાહી રીતે તૈયાર કરવામાં આવ્યાં
ઊંટોને બાડમેર લાવવામાં આવ્યા હતા અને જાનમાં જતા પહેલા દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા હતા. ઊંટના ગળામાં ગોરબંદનો ઉપયોગ થતો હતો. ગળામાં ચાંદી અને ઝરીની એમ્બ્રોઇડરીવાળી પટ્ટીઓ પહેરવામાં આવી હતી, નેવરી અને ઝાંઝર પગમાં પહેરવામાં આવ્યા હતા.

ઊંટ પર બે લોકો માટે બેસવાની જગ્યા હતી તેમની માટે ગાદીઓ બનાવામાં આવી હતી. લુમ્બા-ઝુંબા ગળાથી પગ સુધી બંને બાજુ પહેરવામાં આવ્યા હતા. તે રંગબેરંગી હોય છે. મોં, કાન અને નાકને ઢાંકીને ચાંદીના ભરતકામવાળા મોહરા પહેરવામાં આવ્યા હતા.

error: Content is protected !!