હ્રદયદ્રાવક ઘટનાઃ એક જ ઘરના 4 સભ્યોની અંતિમયાત્રા નીકળી તો આખે આખું ગામ હિબકે ચઢ્યું

રાજસ્થાનમાં એક રોડ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયા હતા. વાસ્તવમાં મરનારા બધા જ લોકો બે પરિવારનાં હતા. રવિવારે જ્યારે એક જ પરિવારનાં 4 લોકોની અંતિમ યાત્રા નીકળી તો આખું ગામ આક્રંદ કરતું જોવા મળ્યુ હતુ. ક્યારેય વિચાર્યુ પણ નહી હોય, કે પતિ-પત્ની અને તેમના બાળકોનાં અંતિમ સંસ્કાર એક સાથે કરવા પડશે. શનિવારે સવારે 9 વાગ્યે જોધપુર જીલ્લાનાં શેરગઢનાં મેગા હાઈવે પર બોલેરો અને ટ્રેલરની સામ-સામે ટક્કર થઈ હતી. જેમાં નવ પરણિત યુગલની સાથે 11 લોકોનાં ઘટના સ્થળે મોત થયા હતા. આ લોકો બાલોતરાથી રામદેવરા મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. જ્યારે ઘટનાના સમાચાર બંને ગામ સુધી પહોંચ્યા તો ત્યાં સન્નાટો છવાઈ ગયો હતો.

દુર્ઘટનામાં નવ-દંપત્તિનું પણ મોત થયુ છે. બાલોતરાની પાસે કાનોના ગામનાં વિક્રમનાં લગ્ન સિતા સાથે થયા હતા. તેઓ પંરપરા મુજબ મંદિર જઈ રહ્યા હતા. તે દરમ્યાન જ અકસ્માત થયો હતો. લોકો એવું જ કહી રહ્યા છેકે, તેમનું જીવન શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ ગયુ છે.

દુર્ઘટનાની જાણ થતા જ રાજ્ય સરકારનાં મંત્રી-ધારાસભ્યો અને ઘણા મોટા ઓફિસરો બંને શોકગ્રસ્ત પરિવારનાં લોકોને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. અંત્યેષ્ટિમાં સામેલ થયા બાદ તેમણે મૃતકોનાં પરિવારોની પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં સરકાર તરફથી દરેક સંભવ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

આ હ્રદય કંપાવનારી ઘટનામાં 4 પુરૂષો અને 6 મહિલાઓની સાથે એક બાળનું મોત થયુ છે. ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. તેમને જોધપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુર્ઘટનાની જાણકારી લેવા માટે પહોચેલાં ગામનાં લોકોનું કહેવું છેકે, અકસ્માત એટલો ભીષણ હતો કે, બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કોઈને પણ બોલેરોની બહાર નીકળવાની તક મળી ન હતી. દુર્ઘટના બાદ દૂર-દૂર સુધી ચીસો સંભળાઈ હતી. અમે લોકોએ બોલેરોમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવાનાં પ્રયાસો કર્યા હતા. પરંતુ નાકામ રહ્યા હતા. બાદમાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ક્રેનની મદદથી બંને ગાડીઓનને અલગ કરી હતી અને ઘાયલોને બહાર કઢાયા હતા.

આ ફોટો દુર્ઘટનાનાં અડધો કલાક પહેલાનો છે. જ્યાં દરેક લોકો રસ્તામાં એક હોટલ પર ચા-નાસ્તો કર્યો હતો. હોટલની બહાર પરિવારનાં દરેક સભ્યોએ એક સાથે મોબાઈલમાં સેલ્ફી પણ લીધી હતી. તે સમયે કોઈને અંદાજ પણ ન હતોકે, આ સેલ્ફી તેમનો અંતિમ ફોટો હશે.

જ્યારે પરિવારનાં ચાર લોકોની એક સાથે અંતિમ યાત્રા નીકળી તો આખું ગામ તેમા સામેલ થયુ હતુ. કોઈની સાથે કોઈ વાત કરતું ન હતુ ફક્ત લોકો આક્રંદ જ કરી રહ્યા હતા. જ્યારે ગામમાં આ અકસ્માત વિશે જાણ થઈ તો આખા ગામમાં કોઈનાં પણ ઘરે ચુલો ચાલુ થયો ન હતો. આખો વિસ્તાર સુમસાન થઈ ગયો હતો.

લગ્ન બાદ દેવી-દેવતાઓની પૂજા કરવા માટે સવારે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે કુંટુંબનાં લોકોએ હસતા-હસતા વિદાયી આપી હતી, માત્ર દોઢ કલાકમાં જ તેમનાં મોતનાં સમાચાર આવ્યા હતા.

error: Content is protected !!