મળો, આ છે મુંબઈ ઈન્ડિયન્સના બોલર રાહુલ ચાહરની ફિયાન્સી, આવી લાગે છે જોડી, જુઓ તસવીરો

ટીમ ઈન્ડિયાના મોટાભાગના યંગ ખેલાડીઓ રિલેશનશિપમાં રહે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગથી ફેમસ બનેલા રાહુલ ચાહરને આજકાલ ઓળખાણની કોઈ જરૂર નથી અને તે લાંબા સમયથી તેની ગર્લફ્રેન્ડ ઈશાનીના પ્રેમમાં છે. ગર્લફ્રેન્ડ કે ફિયાન્સી સાથેની તસવીરો પણ મૂકતા હોય છે. મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બોલર રાહુલની ફિયાન્સી સુંદરતામાં અભિનેત્રીઓને ટક્કર મારે છે.

જણાવી દઈએ કે ક્રિકેટ ફિલ્ડ સિવાય રાહુલ ચાહર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની ગર્લફ્રેન્ડ ઈશાની સાથે તસવીરો શેર કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 42 હજાર ફોલોવર્સ છે. જ્યારે ઈશાની પણ પોતાના ફોટો અપલોડ કરી રહે છે.

એ વાત જાણીતી છે કે રાહુલ ચાહર અને ઈશાની ઈન્સ્ટાગ્રામ પર જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરતા અચકાતા નથી. આટલું જ નહીં, 20 વર્ષના લેગ સ્પિનર રાહુલ ચાહરે પોતાની ગર્લફ્રેન્ડ ઈશાની સાથે 12 સપ્ટેમ્બર, 2019માં સગાઈ કરી હતી. આ પહેલા બંને 5 વર્ષ સુધી રિલેશનમાં હતા. એટલે એ કહેવું ખોટું નથી કે બંને બાળપણથી પ્રેમમાં હતા. રાહુલ ચાહરના પિતરાઈ ભાઈ દીપક ચાહરે પણ આ સમારોહમાં હાજરી આપી હતી.

રાહુલ ચાહરના ચાહકો ઈશાની અને તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે જાણીતું છે કે કપલે હજુ સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી કે તેઓ 7 ફેરા ક્યારે લેશે? પરંતુ ચાહકોને આશા છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે.

મુંબઈ ઈન્ડિયન્સના લેગ સ્પિનર રાહુલ ચાહરે મંગળવારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તે પોતાની ફિયાન્સી સાથે જોવા મળ્યો હતો. ફોટોની સાથે રાહુલે કેપ્શનમાં લખ્યું- ‘ મારી હેર સ્ટાલિસ્ટને મળો.’

રાહુલ પોતાની રમતની સાથે પોતાની યુનિક હેર સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે. રાહુલ ચાહરે ખુદ પોતાની હેર સ્ટાઈલ અંગે રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેની હેર સ્ટાઈલીશ બીજી કોઈ નહીં પણ તેની મંગતર ઈશાની છે.

ક્રિકેટની દુનિયામાં રાહુલ અને દીપક બંને ભાઈઓ ‘ચાહર બ્રધર્સ’ ના નામે ઓળખાય છે. બંને પિતરાઈ ભાઈ છે. આઈપીએલમાં બંને ભાઈ અલગ-અલગ ટીમાંથી રમે છે. દીપક ચેન્નાઈ સુપર કિંગ્સનો મેઈન બોલર છે. જ્યારે રાહુલ પણ મુંબઈ ટીમ માટે બેક બોનનું કામ કરે છે. તેની ફિરકી બોલમાં ભલાભલા બેટ્સમેન ફસાઈ જાય છે.

ઉલ્લેખનીય કે રાહુલ ચાહરે 2019માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને તેને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, વાત કરીએ IPLની તો રાહુલ ચાહરે 2017માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

જણાવી દઈએ કે દીપક ચાહરના પિતા અને રાહુલના કાકા લોકેન્દ્રસિંહે બંને ભાઈઓને ક્રિકેટની ટ્રેનિંગ આપી હતી. પહેલા રાહુલ ખૂબ દૂબળો-પાતળો હતો. પોતાને ફીટ કરવા માટે કુહાડીથી લાકડા કાપવાનું શરૂ કર્યું હતું. સાથે જ 60 ફૂટ ઉંડી ટેંકની સીડીઓ ચડવા-ઉતરવાનું શરૂ કર્યું હતું. તેને સખત મહેનતનું આજે પરિણામ મળ્યું છે.

error: Content is protected !!