ચૌધરી યુવતી પર હુમલા બાદ ફાટી નીકળ્યો હિન્દુઓનો ગુસ્સો, ટોળું બેકાબૂ બન્યું, જુઓ તસવીરો

શેરગઢ ગામે ચૌધરી સમાજની એક યુવતીના ઘરમાં ઘૂસીને વિધર્મી શખ્સે તેની પર છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતીમાં હિન્દુ સમાજની એક મીટિંગ ગઈકાલે શુક્રવારે આદર્શ વિદ્યાલય ખાતે બોલાવવામાં આવી હતી. જેમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, શનિવારે રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુરની આદર્શ વિદ્યાલયથી સવારે 11 કલાકે મહારેલી યોજી આવેદનપત્ર આપવું.

પાટણના રાધનપુરમાં એક તરફી પ્રેમમાં વિધર્મી યુવાને એક તરફી પ્રેમમાં યુવતી પર ઘાતકી હુમલો કર્યો હતો. જેના પગલે રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માગ મામલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું. આજે શહેરના બજારો બંધ જોવા મળ્યા હતાં. આજે રાધનપુરમાં શંકર ચૌધરી સહિત મોટા પ્રમાણમાં સમાજ એકઠો થયો છે.

મિડીયા સાથે વાતચીત કરતા શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, એક યુવાનની હત્યા કરવામાં આવે અને એક યુવતી ઉપર બળજબરી પુર્વક હુમલો કરવામાં આવે ત્યારે આ બન્ને ઘટનાને લઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. જીવલેણ હુમલો કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેને લઈને આજે રાધનપુર બંધનું એલાન અપાયું હતું જેમાં સમાજના આગેવાનો સહિત લોકો ભેગા થયા હતાં. બનાસબેંકનાં ચેરમેન અણદાભાઇ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ બંધના એલાનમાં જોડાયા હતાં.

આ ઉપરાંત અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના અને ભરવાડ સમાજના લોકો સહિત 15 હજારથી પણ વધુ લોકો જોવા મળ્યા હતાં. આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેની માંગ સાથે રેલી કાઢવામાં આવી હતી, મહત્વની વાત એ છે કે, રેલીને મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારે ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવો મનનો ભાવ દરેકે દરેક વ્યક્તિનો છે સ્થાનિક પોલીસ તંત્રએ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે તેઓને કડક સજા થાય તેવી લોકોની અપેક્ષા છે. હજારોની સંખ્યામાં એકઠી થયેલી ભીડ બેકાબુ થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. નોંધનીય છે કે આ ન્યાયની માંગની તમામ જવાબદારી શંકર ચૌધરીએ લીધી છે.

નોંધનીય છે કે, આ ચકચારી ઘટનાને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અતિસંવેદનશીલ ગણાવી છે. આજે 4 વાગ્યે પ્રેસકોન્ફરન્સ યોજીને હર્ષ સંઘવી ઘટનાની તમામ માહિતી આપશે જ્યારે આજે રાધનપુર સહિત શેરગઢ ગામમાં કંઈ ઘટના ના બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કરીને કોઈ અજુગતી ઘટના ન બને.

ઉલ્લેખનીય છે કે ધંધૂકા ખાતે થયેલા કિશન ભરવાડ હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ મોટી સંખ્યામાં આ રેલીમાં સાથે જોડાયો છે. આમ ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે તેવું સાગરભાઈ ચૌધરીએ ગઈકાલે જણાવ્યું હતું. જેના ભાગરૂપે આજે રાધનપુરને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. જેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે.

error: Content is protected !!