અમદાવાદમાં પૂર્વ પતિએ મહિલાના ઘરે જઈને રહેંસી નાખી, વર્તમાન પતિના ખોળામાં દમ તોડ્યો

અમદાવાદ: અમદાવાદના વટવા વિસ્તારમાં મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. મહિલાના અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ મંદિરમાં ફુલહાર કરીને અન્ય યુવક સાથે રહેતી હતી. જે અદાવત રાખીને મહિલાના ઘરે એક મહિલા અને બે યુવક તેના ઘર પાસે પહોંચી ગયા હતા.

આ બનાવમાં મહિલાને એક યુવકે પકડી રાખી હતી. જ્યારે અન્ય યુવક છરીઓના આડેધડ ઘા મારતો હતો. આ બનાવ બાદ મહિલાનો હાલનો પતિ ત્યાં પહોંચી જતાં તેણે મહિલાને પૂછ્યું તો તેના પૂર્વ પતિએ તેની પર હુમલો કર્યો હોવાનું જણાવીને પતિના ખોળામાં જ પત્નીનું મોત થયું હતું. આ બનાવ અંગે હાલ વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહેશ ઠાકોરે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે છેલ્લા 11 મહિનાથી હેમા મરાઠી નામની મહિલા સાથે વટવાના વિજોલ પાસે ભાડે મકાન રાખીને રહે છે. હેમાના અગાઉ અજય ઠાકર નામના યુવક સાથે લગ્ન થયા હતા. તેના બે બાળકો છે. એક વર્ષ અગાઉ હેમા અને અજયના છૂટાછેડા થઈ ગયા હતા.ત્યાર બાદ તેના બે બાળકો અજય સાથે જ રહે છે.

હેમા બૂમો પડતી હતી, જે અજય તું મને ન માર પણ તે યુવક તેને છરો મારતો રહ્યો હતો. આ દરમિયાન આ તમામ કારમાં ભાગી ગયા હતાં. ત્યારે મહેશ ઘરે પહોંચ્યો ત્યારે હેમા લોહીલુહાણ હાલતમાં તેમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.પણ હેમા છેલ્લે મહેશના ખોળામાં એટલું બોલી કે, મને અજયે મારી છે અને હેમાનું મોત થઈ ગયું છે.

સાંજે હેમા ઘરે હતી ત્યારે મહેશ ઠાકોર પોતાની દુકાને કામ કરતા હતા. તે સમયે અજય અને તેની સાથે એક પુરુષ અને મહિલા ઇકો કારમાં તેના ઘર પાસે પહોંચ્યા હતા. તે સમયે અચાનક અવાજ આવવા લાગ્યો ત્યારે તેના નજીકમાં રહેતા મહિલા ત્યાં આવતા જોયું તો એક યુવક હેમાને પકડી રાખી હતી અને બીજો યુવક આમ તેમ છરી હેમાને મારી રહ્યો હતો. અન્ય એક મહિલા કારમાં જ બેઠી હતી.

આ ઘટના બાદ મહેશે હેમાની હત્યા અંગે વટવા પોલીસને જાણ કરી હતી. પોલીસે હેમાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી છે. જ્યારે પતિની ફરિયાદ બાદ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા પ્રયાસ શરૂ કર્યા છે.

error: Content is protected !!