પતિના અવસાન બાદ પહેલી જ વાર અશ્વિની સામે આવી, ભાવુક નોટમાં કહી એવી વાત કે આંખો ભીની થઈ જશે

બેંગલુરુઃ સાઉથ સુપરસ્ટાર પુનિત રાજકુમારનું કાર્ડિયેક અરેસ્ટને 29 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. હવે પુનિતની પત્ની અશ્વિની રેવંથે સો.મીડિયામાં ઇમોશનલ નોટ શૅર કરી છે. તેણે ચાહકોનો આભાર માન્યો છે. અશ્વિનીએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘જ્યારે હું જોઉં છું કે હજારો લોકો પોતાના પ્રિય અપ્પુએ ચિંધેલા રસ્તાને ફોલો કરતાં ચક્ષુદાન માટે રજિસ્ટ્રેશન કરે છે, ત્યારે હું મારા આંસુ રોકી શકતી નથી.’

ચાહકોએ પુનિતને સન્માનજનક વિદાય આપી
અશ્વિનીએ ભાવુક નોટમાં શરૂઆતમાં લખ્યું છે, ‘પુનિત રાજુકમારના આકસ્મિક અવસાનથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ કર્ણાટક રાજ્ય માટે પણ આઘાતજનક વાત હતી. આ કલ્પના કરવી અઘરી છે કે આ નુકસાને કેટલું દુઃખ આપ્યું છે. તમામ ચાહકોએ તેમને ‘પાવર સ્ટાર’ બનાવ્યા છે. તમે જે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છો, તેમ છતાં તમે તમારા પરથી કંટ્રોલ ગુમાવ્યો નહીં અને કોઈ અપ્રિય ઘટના બની નહીં. આને કારણે પુનિત રાજકુમારને સન્માનજનક વિદાય મળી છે.’

ચાહકોની વચ્ચે હંમેશાં જીવિત રહેશે
વધુમાં લખ્યું હતું, ‘ભારે હૃદયથી માત્ર સિનેપ્રેમી જ નહીં, પરંતુ ભારત-વિદેશના તમામ ઉંમરના લાખો ચાહકોની સંવેદનાનો હું સ્વીકાર કરું છું. જ્યારે હું જોઉઁ છું કે હજારો ચાહકો પોતાના પ્રિય અપ્પુના માર્ગને ફોલો કરીને ચક્ષુદાન કરવા માટે રજિસ્ટ્રેશન કરાવે છે, ત્યારે હું રડું છું. તમે કરેલા સારા કાર્યોમાં તે હંમેશાં જીવિત રહેશે. અમારા પૂરા પરિવાર તરફથી તમારા પ્રેમ અને સમર્થન માટે ચાહકો તથા પ્રત્યેત વ્યક્તિનો હૃદયથી સાભાર.’

46 વર્ષીય પુનિત રાજકુમારના અંતિમ સંસ્કાર 31 ઓક્ટોબરના રોજ બેંગલુરુમાં રાજકીય સન્માન સાથે કરવામાં કરવામાં આવ્યા હતા. અંતિમ વિદાયમાં લાખો લોકો હાજર રહ્યાં હતાં.

error: Content is protected !!