BSFના અધિકારી પાસેથી 14 કરોડ કેશ, 7 BMW-મર્સિડીઝ કાર, નકલી IPS બનીને ઠગ્યા 125 કરોડ રૂપિયા, નીકળ્યો મહાઠગ
ગુરુગ્રામ પોલીસે BSFના ડેપ્યુટી કમાન્ડન્ટ પ્રવીણ યાદવના ઘરેથી 14 કરોડ રૂપિયા કેશ, 1 કરોડ રૂપિયાની જ્વેલરી અને સાત લક્ઝરી કાર જપ્ત કરી છે. લક્ઝરી કારમાં BMW, જીપ અને મર્સિડીઝ જેવી વિદેશી કંપનીઓની કાર સામેલ છે. આ જપ્તી ગુરુગ્રામ પોલીસે યાદવની પત્ની મમતા યાદવ,બહેન રુતુ અને અન્ય સાથીઓની ધરપકડ બાદ કરી છે.
BSFના ડેપ્યુટી કમાન્ડન્ટ પ્રવીણ હાલ ડેપ્યુટેશન પર ગુરુગ્રામના માનેસરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)માં પોસ્ટેડ હતા. પ્રવીણે પોતાની ઓળખ IPS અધિકારી તરીકે આપીને લોકો પાસેથી લગભગ 125 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આ રકમ તેને NSG કેમ્પસમાં કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રેક્ટ અપાવવાના નામે કરી હતી. ગુરુગ્રામ પોલીસે ACP ક્રાઈમ પ્રીતપાલ સિંહના જણાવ્યા મુજબ, પ્રવીણને સ્ટોક માર્કેટમાં લગભગ 60 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું અને આ રકમની ભરપાઈ કરવા માટે તેને લોકોને છેતરવાની યોજના બનાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ યાદવની હાલમાં જ ત્રિપુરાના પાટનગર અગરતલામાં ટ્રાંસફર થઈ હતી. પરંતુ લોકો સાથે છેતરપિંડી કરીને જે રકમ મળી હતી જે બાદ તેને ટ્રાંસફર પર જવાનું માંડી વાળ્યું હતું. અને થોડાં દિવસ પહેલા જ તેને પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.