બૂટની દોરી બાંધવાના બહાને યુવક બનાવતો હતો છોકરીઓનો ગંદો વીડિયો, જાણો કેવી રીતે થયો ખુલાસો…

ગુલાબી શહેર જયપુરથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જી હાં, અહીં એક એવો સનકી યુવક પકડાયો છે, જેણે સાર્વજનિક સ્થાન પર ફરતી ડઝનભર યુવતીઓના સેંકડો આપત્તિજનક વીડિયો બનાવી લીધા. હાલ આરોપી પોલીસના સકંજામાં છે. પર્યટક સ્થળો પર દેશી-વિદેશી મહિલાઓના આપત્તિજનક વીડિયો બનાવનારા યુવકનું નામ સુરેશ યાદવ છે. યુવક બેહદ શાતિર રીતે સ્કર્ટ પહેરેલી યુવતીઓનો વીડિયો બનાવતો હતો.

પોલીસ મુજબ પહેલા યુવક સ્કર્ટ પહેરીને ઉભેલી યુવતીઓની આસપાસ ફરતો હતો, પછી તેની નજીક બેસીને પોતાના બૂટની દોરી બાંધવાનું નાટક કરતો હતો અને મોબાઈલ ફોનને રેકોર્ડિંગ મોડમાં મહિલા પર્યટકોના પગની પાસે રાખીને તેના આપત્તિજનક વીડિયો બનાવતો હતો. જયપુરના આમેર મહેલમાં રંગે હાથ પકડાયેલા આ માથાફરેલ યુવકના મોબાઈલથી આવી કેટલીય ક્લિપિંગ્સ મળી છે. હેરાન કરનારી વાત એ છે કે મહિલાઓને માલુમ પણ નહોતું પડતું કે તેનો વીડિયો બની રહ્યો છે.

કોણ છે આરોપી સુરેશ યાદવ…?
આરોપી સુરેશ યાદવ સીકર જિલ્લાના શ્રીમાધોપુર ઉપખંડના ગામ ગોપાલપુરાનો છે. જે ફાઈનેંસનું કામ કરે છે. તેના બે બાળકો પણ છે. તે ગત દિવસોમાં માઉંટ આબૂ ગયો હતો. ત્યાંની એક હોટેલમાં રોકાયો તો તેના રુમમાં ગુજરાતના બે યુવક પણ રોકાયા હતા. તેણે સુરેશ યાદવને યુવતીઓના અશ્લિલ વીડિયો બનાવવાની ટ્રિક બતાવી. તેના બાદ સુરેશ દરેક સપ્તાહ સીકરથી જયપુર વીડિયો બનાવવા આવતો હતો.

ઉલ્લેખનીય છે કે જયપુર પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આપત્તિજનક વીડિયો બનાવવા માટે સુરેશ યાદવ તે યુવતીઓની તલાશમાં રહેતો, જે ફ્રોક, સ્કર્ટ કે વન પીસ પહેરેલી હોય. સાથે જ સુરેશ ખાસ એ યુવતીઓના વીડિયો બનાવવાની પ્રાથમિકતા રાખતો, જે પોતાની આસપાસ થતી સંદિગ્ધ ગતિવિધિઓ પર ધ્યાન ન આપતી હોય.

ક્યાં બનાવતો હતો ગંદા વીડિયો…?
ગંદા વીડિયો બનાવવા માટે સુરેશ યાદવ ભીડભાડવાળી જગ્યાને પસંદ કરતો હતો. જેમાં પર્યટન સ્થળ, બજાર, શૉપિંગ મૉલ વગેરે હતા. સુરેશે મોટા ભાગના વીડિયો જયપુરમાં જેએલએન માર્ગ સ્થિત વર્લ્ડ ટ્રેડ પાર્ક મૉલ, અલબર્ટ હૉલ, આમેર મહલ, હવામહલ, જલમહલ, ગૌરવ ટાવર, પરકોટા સહિત કેટલીય જગ્યા પર બનાવ્યા છે. તેણે ગોલગપ્પા, ચાટના ઠેલા તેમજ બસમાં પણ વીડિયો બનાવ્યા છે.

કેવીરીતે બનાવતો હતો આપત્તિજનક વીડિયો…?
આરોપી સુરેશ યાદવ ફ્રોક, સ્કર્ટ કે વન પીસ પહેરીને ઉભેલી યુવતીઓની પાસે જતો હતો. પછી પોતાના બૂટની દોરી બાંધવાના નાટક કરતો. ખુદ જમીન પર બેસી જતો અને આ દરમિયાન તે પોતાના મોબાઈલનો વીડિયો કેમેરા ચાલૂ કરીને તેને પણ જમીન પર રાખી લેતો હતો. પછી એકથી બે મિનિટનો વીડિયો બનાવી લેતો. આ ઉપરાંત જયપુર પોલીસ અનુસાર આરોપી સુરેશ યાદવે શરુઆતી પૂછપરછમાં કહ્યું છે કે તે આ અશ્લિલ વીડિયો ખુદ જોવા માટે બનાવતો હતો. પોલીસ એ વાતની પણ તપાસમાં લાગી છે કે સુરેશ વીડિયો કોઈ ઓટીટી પ્લેટફોર્મને વેચ્યા છે કે નહીં. સાથે જ સુરેશના આ ગંદા ખેલમાં અન્ય કોણ-કોણ સામેલ છે.

ઉડતા ફ્રોકની નીચેથી બનાવ્યો મહિલા પર્યટકનો વીડિયો…
નિર્ભયા સ્ક્વૉડની પ્રભારી એડિશનલ ડીસીપી સુનીતા મીનાએ કહ્યું કે સંદેહ હોવા પર કૉન્સ્ટેહલ પ્રેમલતા એક્શનમાં આવ્યા. તેણે તત્કાલ યુવકને પકડીને તેનો મોબાઈલ લઈ લીધો છે. મોબાઈલ ચેક કરવા પર બીજા વીડિયો પણ નજરે પડ્યા. તેણે હવામાં ઉડતા ફ્રોકની નીચે યુવતીના પગના વીડિયોની ક્લિપિંગ મળી. આ વીડિયો મોબાઈલને યુવતીના પગની નજીક રાખીને બનાવાયો હતો. યુવતીને તેની શંકા પણ ન ગઈ.

કૉન્સ્ટેબલ પ્રેમલતાએ યુવતીને જાણકારી આપતો તે ગભરાઈ ગઈ. તેણે કહ્યું કે હું વિચારી પણ નહોતી શકતી કે કોઈ આ પ્રકારે મારો વીડિયો બનાવી શકે છે. અન્ય રાજ્યથી હોવાથી મહિલા પર્યટકે રિપોર્ટ કરવાથી ઈનકાર કરી દીધો ત્યારે ઉચ્ચાધિકારીઓના નિર્દેશ પર પ્રેમલતાએ આમેરની પોલીસ ચોકીમાં સુરેશ વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરાવ્યો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી.

error: Content is protected !!