હસતા-ખેલતા પરિવારમાં છવાયો માતમ, પિતાની નાની અમથી બેદરકારી ને 11 મહિનાની લાડલીનો ગયો જીવ
હરિયાણાઃ હરિયાણાના જીંદ જિલ્લામાં એક 11 મહિનાની બાળકીએ એક દુ: ખદ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે તે ટબમાં બેઠી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. પિતા મોબાઈલ પર વાત કરતા હતા તે દરમિયાન એક ચાર વર્ષનો ભાઈ ત્યાં આવ્યો અને નળ ખોલીને જતો રહ્યો હતો જેના કારણે ટબ પાણીથી ભરાઇ ગયો હતો અને બાળકી ડૂબી ગઈ હતી.
બનાવની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કર્યા બાદ લાશ પરિવારજનોને સોંપી હતી. રવિવારે શહેરની એમ્પ્લોઇઝ કોલોનીમાં આ ઘટના બની હતી. મૃતક બાળકીનું નામ અર્ચના છે.
મળતી માહિતી મુજબ, કર્મચારી કોલોનીમાં રહેતો વિક્રમ તેની 11 મહિનાની પુત્રી અર્ચનાને સ્નાન કરાવવાની તૈયારી કરી રહ્યો હતો અને તેને ટબમાં બેસાડી હતો. તે જ સમયે વિક્રમના મોબાઇલ પર કોલ આવ્યો અને તે બાળકને ટબમાં મૂકીને ફોન પર વાત કરીને દૂર ગયો. ત્યારબાદ ચાર વર્ષનો ભાઈ ચિરાગ પણ રમતા-રમતા ત્યાં પહોંચી ગયો હતો અને તેણે પાણીનો નળ ચાલુ કરી દીધો હતો.
ટબમાં પાણી ભરાઈ જવાથી અર્ચના ડૂબી ગઈ હતી. આશરે 15 થી 20 મિનિટ પછી અર્ચનાની માતા રેખાનું ધ્યાન ટબ તરફ જતાં તેણે તરત જ દીકરીને બહાર કાઢી અને તેને હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. શહેર પોલીસ મથકના તપાસ અધિકારી કમલે જણાવ્યું કે યુવતીને નહાવાના હેતુથી ટબમાં બેસાડવામાં આવી હતી. પરિણામે ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.