ભારતનું એક એવું ગામ કે જ્યાં પરણીને આવેલી દુલ્હનને વર્ષમાં 5 દિવસ રહેવું પડે છે નિવસ્ત્ર, જાણો કેમ…

ભારત દેશ વિવિધતાઓથી ભરાયેલો દેશ છે. અહીં દરેક રાજ્ય, શહેર અને ગામમાં તમને વિવિધ પ્રકારની જાતિ અને ધર્મના લોકો જોવા મળે છે. આ તમામ પોતાની અલગ અલગ પરંપરા અને રીતિ રિવાજ હોય છે. જેમાં કેટલાકનો સંબંધ અંધવિશ્વાસ સાથે છે. તો કેટલીક પ્રથા એટલી અજીબ હોય છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. હવે હિમાચલ પ્રદેશની મણીકર્ણ ઘાટીના પીણી ગામમાં આજે પણ અનોખો રિવાજ જોવા મળે છે.

પીણી ગામમાં એક ખુબ જ અજીબ પરંપરા છે. અહીંની મહિલાઓ વર્ષમાં પાંચ દિવસ કપડાં પહેરતી નથી. એટલું જ નહીં આ પાંચ દિવસ સુધી તેઓને પતિ સાથે વાત કરવા કે હંસી મજાક કરવાની પણ મંજુરી નથી હોતી. મહિલાઓ આ પરંપરા શ્રાવણના મહિનામાં કરે છે. આ મહિનાની પાંચ દિવસ તેઓ નિવસ્ત્ર રહે છે.

માન્યતા છે કે જો કોઇ મહિના આ પરંપરાને નિભાવતી નથી તો તેમના ઘરમાં અશુભ વસ્તુઓ થાય છે. દુખદ સમાચાર સાંભળવા મળે છે. બસ આજ કારણ છે કે આખા ગામમાં આજેપણ આ પરંપરા જોવા મળે છે. જો કે સમયની સાથે આ રિવાજમાં થોડો બદલાવ પણ આવ્યો છે. જે પહેલાના જમાનામાં મહિલાઓ શરીર પર એક પણ કપડું પહેરતી ન હતી. પરંતુ હવે આ પાંચ દિવસ કપડાને બદલે તેઓ ઉનથી બનેલા પાતળા કપડા પહેરે છે. જેને પટ્ટુ પણ કહેવામાં આવે છે.

આવી છે પરંપરા પાછળની કહાની
આ પ્રકારની માન્યતાઓ પાછળ એક કહાની પણ છે. કહેવામાં આવે છે કે વર્ષો પહેલા આ ગામમાં એક રાક્ષસ આવતો હતો જે અહીંની સુંદર કપડા પહેરતી યુવતીઓને ઉઠાવીને લઇ જતો હતો. આ રાક્ષસનો અંત લાહુઆ દેવતાએ કર્યો હતો. માન્યતાઓ છે કે આ દેવતા આજે પણ આ ગામમાં આવે છે અને બુરાઇનો અંત કરે છે. બસ આ ઘટના બાદથી આ રીતિ રિવાજ શરૂ થઇ ગયો અને મહિલાઓ શ્રાવણ મહિનામાં શરીર પર કપડા પહેરવાનું છોડી દીધું.

ઘોંડ પીણી ગામના લોકો ઓગસ્ટ મહિનામાં આવતા ભાદરવા સંક્રાતિને કાળો મહિનો પણ કહે છે. અહીની મહિલાઓ આ મહિનામાં પાંચ દિવસ કપડાં ન પહેરવા સિવાય કોઇપણ પ્રકારની ઉજવણી કરતી નથી. તેઓને હંસવાની પણ અનુમતી હોતી નથી. આ દરમિયાન પતિને પણ સલાહ આપવામાં આવે છે કે પત્નીથી દૂર રહે. આવું ન કરવા પર તબાહી આવી શકે છે.

error: Content is protected !!