ઓટોપાયલટ મોડમાં ચાલતી કારમાં મહિલાએ સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો, માતાએ કહ્યું, ‘થેંક્યુ જીનિયસ એન્જિનિયર્સ’

અમેરિકામાં ચાલુ ટેસ્લા કારમાં એક બાળકીનો જન્મ થયો. આવો કેસ અત્યાર સુધી દુનિયામાં પ્રથમવાર આવ્યો છે. આ કેસમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જન્મ વખતે કાર ઓટોપાયલટ પર ચાલતી હતી. આ કપલ તેમની દીકરીનો આટલો યાદગાર જન્મ ક્યારેય ભૂલી નહીં શકે. ટેસ્લાના જીનિયસ એન્જિનિયરોનો આભાર માન્યો.

ઘરેથી હોસ્પિટલનું અંતર 20 મિનિટનું હતું
અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં રહેતા 33 વર્ષીય યિરાન શેરી અને તેનો પતિ કેટિંગ શેરી તેમને 3 વર્ષના દીકરાને પ્રી-સ્કૂલે મૂકવા જઈ રહ્યાં હતાં. યિરાનને પ્રેગ્નન્સીના છેલ્લા દિવસો જઈ રહ્યા હતા. ટેસ્લાની કારમાં આ પરિવાર શાંતિથી બેઠો હતો ત્યાં ઈરાનને અચાનક લેબર પેન ઊપડ્યું. ઘરેથી હોસ્પિટલનું અંતર 20 મિનિટનું હતું. એક સમય માટે તો યિરાન અને કેટિંગ ગભરાઈ ગયાં.

ઓટોપાયલટ પર ચાલતી કાર હોસ્પિટલ સુધી લઇ ગઈ
લેબર પેન વખતે તેમની કાર ટ્રાફિકમાં ફસાયેલી હતી. એમ્બ્યુલન્સ બોલાવે તો પણ વાર લાગે તેમ હતું. કેટિંગે નેવિગેશન સિસ્ટમ ચાલુ કરીને હોસ્પિટલનું લોકેશન નાખ્યું અને કાર ઓટોપાયલટ પર સ્વિચ કરી.

કારની ફ્રન્ટ સીટ પર દીકરીને જન્મ આપ્યો
અસહ્ય દુખાવો થતાં યિરાન બુમો પાડી રહી હતી, મારે પુશ કરવું કે હોસ્પિટલ આવે ત્યાં સુધી રાહ જોવી? હોસ્પિટલ પહોંચવા આવ્યાં ત્યાં સુધીમાં તો બાળક આ દુનિયામાં આવી ગયું હતું. કેટિંગે કહ્યું, ‘ઓહ માય ગોડ, શી ઇઝ આઉટ.’ હોસ્પિટલ પહોંચતાં સુધીમાં યિરાનની હાલત જોઈને નર્સ દોડી આવી અને કારની ફ્રન્ટ સીટ પર જ ગર્ભનાળ કાપી. હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ આ ટેસ્લા બેબીને જોવા આવવા લાગ્યો. કપલે તેમની દીકરીનું નામ ‘મિવ લીલી’ પાડ્યું, પરંતુ અત્યારે તેમની આ ગોળમટોળ દીકરી ‘ટેસ્લા બેબી’ તરીકે આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ છે.

ટેસ્લાના જીનિયસ એન્જિનિયરોનો આભાર માન્યો
કોઈ પણ મેડિકલ હેલ્પ વગર જન્મેલી મિવ હાલ મોટી થઈ રહી છે. જન્મ સમયે તે એકદમ સ્વસ્થ હતી. ઈરાને કહ્યું, હું ઓટોપાયલટ ફીચર માટે ટેસ્લાના જીનિયસ એન્જિનિયરોની આભારી છું. ટેસ્લા કારને લીધે અમે બંને મા-દીકરી સ્વસ્થ છીએ.

error: Content is protected !!