પત્નીએ લાજ ન કાઢી તો પિતાએ 3 વર્ષની માસૂમ દીકરીને હવામાં ઉછાળીને રૂમની બહાર ફેંકી દીધી, થયું મોત

રાજસ્થાન: રાજસ્થાનના અલવરમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્નીએ લાજ ન કાઢતા એક પિતાએ તેની ત્રણ વર્ષની છોકરીને રૂમની બહાર ફેંકી દીધી, જેના પગલે તેનુ મૃત્યુ થયું છે. ત્રણ વર્ષ પહેલા આ જ પુત્રીના જન્મ પર સસારીયાઓએ તેને કારની ભેટ આપી હતી. છોકરીના મૃત્યુ પછી પિતા આખી રાત ઘરમાંથી ફરાર રહ્યાં. સવારે છોકરીના અંતિમ સંસ્કાર કરતી વખતે તેણે ગામના લોકોને જણાવ્યું હતું કે તે બીમાર હતી.

મૃત્યુ પામેલ પુત્રીની સાથે તેની માતા આખી રાત બેસી રહી. તેને આ અંગે પીયરપક્ષે જાણ પણ ન કરવા દેવાઈ. બીજા દિવસે મહિલાના ભાઈ અને અન્ય લોકો આવ્યા. તે પછી મહિલાએ હિંમ્મત દર્શાવી અને પતિની વિરુદ્ધ કેસ નોંધાવ્યો. આ ઘટના 17 ઓગસ્ટની છે. પુત્રીના અંતિમ સંસ્કાર બીજા દિવસે કરવામાં આવ્યા. તે પછીથી આરોપી ફરાર છે.

બહરોડ પોલીસ સ્ટેશનના અધિકારી પ્રેમપ્રકાશે જણાવ્યું કે ગાદોજ ગામના નિવાસી મોનિકા યાદવના રિપોર્ટ પર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મોનિકાએ રિપોર્ટમાં જણાવ્યું કે તેનો પતિ પ્રદીપ યાદવ ઘરની અંદર રહેવા દરમિયાન પણ હમેશા લાજ કાઢવા માટે કહે છે. તે લાજ પણ કાઢતી હતી, જોકે 17 ઓગસ્ટની સાંજે તે નણંદના ઘર ગાદોજથી પરત આવી હતી. પતિ તે દિવસે એ વાતથી નારાજ થઈ ગયો કે તેણે તેના સસરાની સામે વ્યવસ્થિત રીતે લાજ કાઢી નહોતી. તેણે પત્નીને સાથે ઝધડો કર્યો અને મારામારી પણ કરી. થોડીવાર પછી પ્રદીપે તેની ત્રણ વર્ષની છોકરી પ્રિયાંશીને રૂમની અંદરથી ઉછાળીને બહાર ફેંકી દીધી, જેના કારણે તેનુ મૃત્યુ થયું.

મોનિકા બે મહિલાઓ સાથે પુત્રીને હોસ્પિટલ લઈને ગઈ. ડોક્ટરે તેને મૃત જાહેર કરી. તે પછી તે શબને લઈને ઘરે આવી ગઈ. તે સમયે પતિ પ્રદીપ યાદવ ઘરમાંથી ચાલ્યો ગયો હતો.

18 ઓગસ્ટની સવારે લગભગ સાડા આઠ વાગ્યે પુત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન પ્રદીપ ઘરે પહોંચી ગયો હતો. તેણે ગામના લોકોને કહ્યું કે પુત્રી ઘણા દિવસથી બીમાર હતી, તેના પગલે તેનું મૃત્યુ થયું છે. તે પછી આ સમાચાર પ્રદીપના સાસરીયા સુધી પહોંચ્યા. પછીથી આ મામલો પ્રકાશમાં આવ્યો. મોનિકાએ પ્રદીપ અને અન્યની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

મોનિકાએ પોલીસને જણાવ્યું કે 2013માં તેના લગ્ન પ્રદીપ સાથે થયા હતા. તે એક ફેકટરીમાં કામ કરે છે. ધો.12 સુધી ભણેલો હતો. મોનિકા ગ્રેજ્યુએટ છે. લગ્નમાં પરિવારના સભ્યોએ સામાન અને બાઈક આપી હતી. પ્રદીપ દહેજની માંગને લઈને મોટાભાગે ઝધડો કરતો હતો. તેને 6 વર્ષની વધુ એક પુત્રી કશિશ છે.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રેમપ્રકાશે જણાવ્યું કે હત્યાના મામલામાં પોલીસની માહિતી વગર અંતિમ સંસ્કાર વિશે તપાસ કરાઈ રહી છે. તેમાં સામેલ લોકોની ઓળખ કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી ઘટના પછી ફરાર થઈ ગયો છે. તેની પણ શોધખોળ ચાલી રહી છે. ઝડપથી તેને ધરપકડ કરી લઈશુું.

error: Content is protected !!