ડૉક્ટરના ઘરે વર્કઆઉટ કરાવવા જતા જીમ ટ્રેનર પર મોહી ગઈ ડૉક્ટરની પત્ની, રંધાયું કંઈક એવું કે આવ્યો ખૌફનાક અંજામ

બિહારની રાજધાની પટનામાં એક જિમ ટ્રેનરને ગોળી મારવાની ઘટનામાં એક નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ખુશ્બુ અને જિમ ટ્રેનર વિક્રમે મોબાઇલ પર 1100 વખત વાત કરી હતી. આ વાતચીત આ વર્ષે જાન્યુઆરીથી થઈ હતી. આ વાતચીતના આધારે ડૉક્ટરની પત્ની અને જિમ ટ્રેનર વચ્ચેના સંબંધને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પટણા પોલીસે જિમ ટ્રેનર વિક્રમની હત્યાના પ્રયાસ સંદર્ભે જનતા દળ યુનાઇટેડના નેતા ડો.રાજીવ કુમાર સિંહ અને તેની પત્ની ખુશ્બુની અટકાયત કરી હતી.

જોકે, બાદમાં બંનેને શરતી રીતે મુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં નામ સામે આવ્યા બાદ જેડીયુની ડોક્ટર્સ વિંગના રાજ્ય ઉપાધ્યક્ષ રહેલા ડો.રાજીવને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

ડોક્ટરની પત્ની અને જિમ ટ્રેનરની હતી ઓળખઃ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિક્રમ સિંહને ખતમ કરવા માટે કોન્ટ્રાક્ટ શૂટરોની નિમણૂક કરવામાં આવી હતી અને ડો.રાજીવકુમાર સિંહ અને તેની પત્ની કથિત રીતે આ કાવતરા પાછળ છે. તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે વિક્રમ અને ખુશ્બુ આ વર્ષે જાન્યુઆરીથી એકબીજાને ઓળખતા હતા.

પટણા પોલીસે કહ્યું કે તેમના મોબાઈલ ફોનના કોલ ડિટેલ રેકોર્ડથી એ હકીકત સામે આવી છે કે બંનેએ આ વર્ષે જાન્યુઆરીથી લગભગ 1100 વખત એકબીજા સાથે વાત કરી હતી. ડોક્ટર રાજીવ કુમાર સિંહ, જે ફિઝીયોથેરાપીસ્ટ છે અને પટનાના બોરિંગ રોડ વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે.

આરોપ છે કે ડોક્ટર રાજીવ કુમાર સિંહે એપ્રિલમાં વિક્રમને તેની પત્ની સાથે અફેર હોવાના કારણે મારી નાંખવાની ધમકી આપી હતી. વિક્રમ સિંહ (26) ને શનિવારે સવારે અજાણ્યા ગુનેગારોએ ગોળી મારી દીધી હતી.

શરીરમાં પાંચ ગોળીઓ વાગી હોવા છતાં વિક્રમે 2.5 કિમીનું અંતર કાપ્યું અને હોસ્પિટલ પહોંચ્યો.ભાનમાં આવ્યા બાદ જિમ ટ્રેનરે પોલીસને નિવેદન આપ્યું છે કે આ ઘટના પાછળ ડોક્ટર રાજીવ કુમાર સિંહ અને તેની પત્ની ખુશ્બુનો હાથ છે.

પોલીસે ડો.સિંઘ અને તેની પત્નીની પાટલીપુત્ર કોલોનીમાં તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ શહેર નહીં છોડવાની શરતે છોડી મૂક્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી મેળવેલા સીસીટીવી ફૂટેજ પરથી એવો દાવો પણ કર્યો હતો કે આ ઘટના પાછળ પાંચ અજાણ્યા ગુનેગારો હતા જેઓ જિમ ટ્રેનર પર હુમલો કર્યા બાદ પગપાળા સ્થળ છોડીને જતા જોવા મળ્યા હતા.

error: Content is protected !!