કાતિલ પિતાને સહેજેય ન આવી દયા, ભાઈઓ સાથે મળીને દીકરીની કરી ઘાતકી હત્યા, કારણ સાંભળીને જ ધ્રુજી જશો

એક હચમચાવી નાંખનારો વીડિયો બહાર આવ્યો છે. જ્યા પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની જીદના કારણે પરિવારે છોકરીની ક્રૂરતાથી હત્યા કરી નાંખી છે. મોટા પપ્પા અને કાકાએ હાથ-પગ પકડ્યા અને પિતાએ શાકભાજી કાપવાના ચપ્પૂથી ગળું કાપી નાંખ્યું. મા વિનંતી કરતી રહી, બચાવવા માટે બૂમો પાડતી રહી પરંતુ હત્યારાઓને કોઈ પણ પ્રકારની દયા ન આવી. તેમણે માતાને પણ મારી. ઓનર કિલિંગ પછી પુત્રીના શબ ઘરની પાસે ફેંકીને ત્રણેય ફરાર થઈ ગયા. હવે પોલીસ કેસ નોંધીને આરોપીઓને શોધી રહી છે.

ઓનર કિલિંગનો આ મામલો બિહારના ગોપાલગંજના કોટાવા ગામનો છે. માતા કલાવતી દેવીએ જણાવ્યું કે પુત્રી કિરણ(19) મશાનથાના ગામના એક યુવકને પ્રેમ કરતી હતી. તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. છોકરો પણ તૈયાર હતો. જોકે કિરણના પિતા ઈન્દ્રદેવ રામ તેના લગ્ન બીજા કોઈ છોકરા સાથે કરવા માંગતા હતા.

માતાએ જણાવ્યું કે કિરણે પોતાની પસંદગીના છોકરા સાથે લગ્નની વાત કહી હતી. પરિવારને તે છોકરો પસંદ નહોતો. તેના કારણે પરિવાર તેની વિરુદ્ધ થઈ ગયો. રવિવારે રાતે તેના પિતા, તેના કાકા અને પપ્પા ઘરે પહોંચ્યા. બધા તેને મારવા લાગ્યા. છોકરીનો પક્ષ લેતા તેમણે મને પણ મારી હતી.

કિરણ જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગી હતી. માતા-પુત્રીના જીવની ભીખ માંગવા લાગી, જોકે આરોપીઓને કોઈ પણ દયા ન આવી. પુત્રીને પકડી લીધી હતી. કાકા અમરદેવ રામ અને મોટા પિતા આરાજ્ઞા રામે હાથ-પગ પકડ્યા અને પિતાએ ગળુ કાપી નાંખ્યું હતું. ઘટના સ્થળે જ કિરણ મૃત્યુ પામી હતી. આરોપી શબને ઉઠાવીને ઘરની પાસે ખેતરમાં ફેંકીને જતો રહ્યો હતો.

ઓનર કિલિંગની માહિતી મળ્યા પછી સોમવારે પોલીસ ગામમાં પહોંચી હતી. માતાનું નિવેદન નોંધવામાં આવ્યું અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. સબ ડિવિઝન પોલીસ અધિકારી સંજીવ કુમારે તપાસ પછી આરોપીની ધરપકડ કરવાની વાત કહી છે.

SDPO સંજીવ કુમારે જણાવ્યું કે જેવી પોલીસને માહિતી મળી, ઘટના અંગે નગર ઈન્સ્પેક્ટર લલન કુમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બધી વાતો સ્પષ્ટ થઈ ચૂકી છે. આરોપીઓ પણ ઝડપથી પકડાઈ જશે. છોકરી બીજે ક્યાંક લગ્ન કરવા માંગતી હતી અને તેના ઘરના સભ્યો તેના બીજે ક્યાંક લગ્ન કરાવવા માંગતા હતા, આ વિવાદમાં હત્યા કરવામાં આવી છે.

error: Content is protected !!