પલંગમાં સાથે સુતેલી પત્ની રાત્રે પ્રેમીના ઘરે પહોંચી ગઈ, પતિ લેવા ગયો તો પ્રેમીએ ‘તારી પત્ની નહીં મળે’….

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા યુવક રાતે તેની પત્ની સાથે પલંગ પર સૂતો હતો. રાતે ભર ઊંઘમાંથી પતિ અચાનક જાગી ગયો અને તેણે જોયું તો તેની પત્ની તેની બાજુમાં સૂતી ન હતી. તેણે ઘરમાં પત્નીને શોધી તો ન મળી જેથી પતિએ અગાઉથી એક યુવક પર શંકા હતી તેના ઘરે ગયો તો તેની પત્ની તેની સાથે હતી. પત્નીને અન્ય સાથે જોઈને ઉશ્કેરાઈને પતિએ ઘરે આવવા કીધું તો પ્રેમીએ કિધુ ‘તારી પત્ની નહીં મળે’ અને તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જે અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પતિને છોડીને પત્ની પ્રેમીના ઘરે જતી રહી
શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. ચંડોળા તળાવ પાસે રહેતો 32 વર્ષીય યુવક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે રાત્રે જમી પરવારીને યુવક તેની પત્ની સાથે સુઈ ગયો હતો. બાદમાં એકાદ વાગ્યે ઉઠીને જોયું તો તેની પત્ની ઘરમાં જણાઈ આવી નહોતી. જેથી આ યુવક તેને શોધવા નીકળ્યો હતો. મહોલ્લામાં તપાસ કરી તો પત્ની મળી આવી નહોતી.

ઘરમાં ક્યાંય ન દેખાતી પત્ની પ્રેમી સાથે મળી
બાદમાં યુવકને શંકા ગઈ કે તેની પત્નીને એકાદ વર્ષથી દાણીલીમડામાં રહેતા અફઝલ શેખ સાથે આડા સંબંધ હોવાથી ત્યાં ગઈ હશે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો પ્રેમી અફઝલના ત્યાં યુવકને તેની પત્ની મળી આવી હતી. યુવક તેની પત્નીને લઈને જતો હતો. ત્યાં આ અફઝલ રોડ પર આવ્યો અને યુવક સાથે બબાલ કરવા લાગ્યો હતો. ‘તારી પત્ની ક્યાંય નહીં જાય તેને નહીં લઈ જવા દવું, મારી સાથે જ રહેશે’ તેમ કહી બબાલ કરી યુવકને અફઝલે છરી ના ઘા છાતીમાં મારી દીધા હતા.

પ્રેમીએ છરો મારતા પત્ની ઘાયલ પતિને ત્યાં જ મૂકીને ભાગી ગઈ
શરીરના અન્ય ભાગે પણ યુવકને છરીના ઘા વાગી જતા તે રોડ પર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. ત્યાં યુવકની પત્ની તેને આ હાલતમાં મૂકી પ્રેમી અફઝલ સાથે જતી રહી હતી. યુવકે જાતે જ 108 ને ફોન કરતા તેને એલ.જીમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેની પોલીસે ફરિયાદ નોંધી અફઝલની શોધખોળ હાથ ધરી છે.

error: Content is protected !!