પતિ-પત્ની ઔર વોના પ્રેમ-પ્રકરણના કિસ્સામાં પ્રેમિકાની માતાને મળ્યું મોત, ધ્રુજાવી દેતો બનાવ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલસા વાંસદા જંગલ ગામમાં પતિ-પત્ની ઔર વૌના કિસ્સાનો કરૂણ અંજામ આપ્યો છે. પતિના આડાસંબંધોથી ત્રસ્ત પરિણીતા કુહાડી લઈ પતિની પ્રેમિકાના ઘર પર પહોંચી હતી. જ્યાં ભૂલથી પ્રેમિકાના બદલે પ્રેમિકાની માતાની હત્યા કરી નાખી હતી. ભૂલનો પસ્તાવો થતા ઘરે જઈ પરિણીતાએ પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંસદા જંગલ ગામમાં રહેતી અને આશાવર્કર તરીકે ફરજ બજાવતા લીલાબેનના પતિ ગુલાબભાઈને ગામમાં જ રહેતી રેખા નામની યુવતી સાથે લગ્નેત્તર સંબંધો હોવાની જાણ થઈ હતી. પતિના આડાસંબંધોથી ત્રસ્ત લીલાબેને ગતરાત્રિએ તેના પતિ ગુલાબભાઈને તેના માતાપિતાને બોલાવવા માટે પિયર મોકલી આપ્યા હતા.

પતિની ગેરહાજરીમાં લીલાબેન કુહાડી લઈ રેખાની હત્યા નિપજાવવાના હેતુથી તેના ઘર પર પહોંચી ગઈ હતી. જ્યાં રેખાની જગ્યાએ રેખાના માતા રેશ્માબેન ઊંઘી રહ્યા હતા. જે વાતથી લીલાબેન અજાણ હતા. રેખાની હત્યા કરવાના ઈરાદે લીલાબેને કુહાડીના ઘા કરતા જ પથારીમાં ઊંઘી રહેલા રેશ્માબેનના પ્રાણપંખેરું ઉડી ગયા હતા.

રેશ્માબેનની વહુએ લીલાબેનને કુહાડી વડે હત્યા કરતા જોઈ લીધી હતી. જેનાથી ગભરાઈને લીલાબેને ઘરે પહોંચી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રેશ્માબેન વહુ જાનીબેને ઘટનાની જાણ ગામના અગ્રણીઓને કરી હતી. ગામના અગ્રણીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે દરમિયાન ગુલાબભાઈએ ગામના અગ્રણીઓને લીલાબેને આપઘાત કર્યો હોવાની જાણ કરતા ધરમપુર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ ધરમપુર પોલીસને થતા પોલીસે બંને મહિલાઓની લાશનો કબ્જો મેળવી PM કરવી આગળની તજવીજ હાથ ધરી હતી.

ધરમપુર તાલુકાના વાંસદા જંગલ ગામમાં આશાવર્કરે હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા કરવા માટે પતિને આશા વર્કરે તેના પિયર માતા પિતાને બોલાવવા મોકલી આપ્યો હતો. જે બાદ પતિની પ્રેમિકાની હત્યા કરવા પહોંચી હતી. પતિની પ્રેમિકા રેખાબેનની સુવાની જગ્યા ઉપર રેખાબેનની માતા રેશ્માબેન ઊંઘતા હતા. જેથી લીલાબેને રેખાબેનની જગ્યાએ રેશ્માબેનની હત્યા કરી નાખી હતી.

error: Content is protected !!