પતિએ સરપંચની ચૂંટણી જીતી, જીતની ખુશીમાં પતિને ખભા પર બેસાડી પત્ની આખા ગામમાં રેલી કાઢી

સામાન્ય રીતે ચૂંટણીમાં જીત થતાં જીતનારા ઉમેદવારના સમર્થકો તેને ખભા પર બેસાડી ખુશી વ્યક્ત કરતાં જોવા મળે છે. પણ પતિની જીત થતાં પત્નીને તેને ખભા પર બેસાડી લે એવું તમે કદાચ ક્યાંય નહીં જોયું હોય. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે. પતિ સરપંચ બનતાં પત્ની ખુશીથી ઝૂમી ઉઠી હતી, પતિને ખભા પર બેસાડી પત્ની આખા ગામમાં ફેરવીને જશ્ન મનાવ્યો હતો. ચૂંટણીમાં જીતની ઉજવણીની ઘણી તસવીરો તમે જોઈ હશે, પરંતુ આવો નજારો તમે ભાગ્યે જ જોયો હશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. રેણુકાના પતિ સંતોષ શંકર પાલુ ગામમાં ખેડથી સરપંચ બન્યા છે. સરપંચની ચૂંટણીમાં સંતોષ શંકર ગુરવ નામના યુવાનની જીતની જાહેરાત થતાં જ પત્ની રેણુકાએ તેને ખભા પર બેસાડી દોડ લગાવી હતી. આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

ઉજવણી બાદ સંતોષ શંકરે પોતાની પત્નીના માથા પર વિજયનો તાજ પણ પહેરાવ્યો હતો. તેઓએ કહ્યું કે જો પત્ની ઘરે-ઘરે જઈને પ્રયાસ ન કર્યા હોત તો મારી જીત અસંભવ હતી. સંતોષ શંકર જાખે માતા દેવી ગ્રામ વિકાસ પેનલમાંથી ચૂંટણી લડી હતી. આ પેનલે 7 માંથી 6 બેઠકો મેળવી છે.

મંગળવારે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા હતા. પુણે જિલ્લાની પાલુ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સંતોષ શંકરની જીત થઈ હતી. સંતોષ શંકર ગુરવ 500થી વધુ મતોથી જીતીને સરપંચ બન્યા હતા. પતિ વિજેતા થતાં પત્ની રેણુકા ખુશી વ્યક્ત કરવાથી પોતાને રોકી શકી નહોતી. તેણે પતિને ખભા પર બેસાડી જશ્ન મનાવ્યો હતો.

કોલ્હાપુરમાં 3 મહિલાઓ પોતપોતાના વોર્ડમાં જીતી છે. તેમના પતિઓએ તેમને હાથમાં ઉઠાવીને જીતની ઉજવણી કરી. ગિરગાંવ, કોલ્હાપુરમાં શુભાંગી કોંડેકર, શીતલ પ્રવીણ ચવ્હાણ અને અર્ચના ગુરવ અલગ-અલગ વોર્ડમાં જીત્યા. આ પછી તેના પતિએ તેને પોતાની ઉંચકી લીધી હતી. ઘણા લોકોએ તેમની પત્નીઓને હાથમાં લઈને સરઘસ પણ કાઢ્યું હતું.

error: Content is protected !!