ગુજરાતમાં અહીં રીક્ષાવાળાએ વિધવા મહિલા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, બાળકીને જન્મ આપ્યો

એક સનસની મચાવી દેતો બનાવ સામે આવ્યો છે. સિધ્ધપુર તાલુકાના એક ગામમાં એક વિધવા સાથે એક રીક્ષાચાલક યુવાને 6 મહિના સુધી બળજબરીપૂર્વક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જેથી આ મહિલા ગર્ભવતી બનતાં બે દિવસ પૂર્વે સિધ્ધપુરની સરકારી હોસ્પિટલમાં તેણે દિકરીને જન્મ આપતાં ચોંકી ઉઠેલા તેના સંબંધીઓએ મહિલાની પૂછપરછ કરતાં કુટુંબીઓએ આ કૃત્ય આચરનારા યુવાનનાં પરિવારજનોને મળ્યા હતા. ને જાણકારી આપી હતી. આ બાબતને લઈ મહિલાએ યુવાન વિરૂદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.

મહિલા એકલવાયું જીવન જીવતી હતી
આ મહિલાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ મહિલાના પતિનું બે વર્ષ પૂર્વે અવસાન થતાં તેની દિકરી સાથે એકલવાયું જીવન જીવતી હતી. ત્યારે કામ માટે તે સિધ્ધપુર ખાતે 12 મહિના પૂર્વે ગઈ હતી. ત્યારે તે એક રીક્ષાચાલક યુવાનની રીક્ષામાં સિધ્ધપુર જતી હતી. તે વખતે મહિલા અને યુવાનનો પરિચય થયો હતો. તે વખતે યુવાને મહિલાને ‘હું તને પ્રેમ કરૂં છું.’ તેમ કહેતાં મહિલાએ ચોક્કસ કારણોસર તેમનો સંબંધ ન બંધાય તેમ કહી ઇન્કાર કરતાં યુવાને મહિલાને ચિંતા ન કરવાનું જણાવ્યું હતું. યુવાને તેને તેનો ફોન નંબર આપતાં તેણે નંબર લીધો નહોતો.

ધમકીઓ આપીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો
મહિલાના આક્ષેપ મુજબ આ યુવાને મહિલાના ફોન પર કહેલ કે, “હું તને જિંદગીભર સાચવીશ’ તેમ કહેતાં મહિલાએ ફોન કટ કરી દીધો હતો. આ પછી આ યુવાન અવારનવાર મહિલાનાં ઘેર આવતો હતો અને ધમકીઓ આપીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. તેમજ ધમકી આપતો હતો કે, ‘તુ સંબંધો નહીં રાખે તો તને આખા ગામમાં ચાવી કરીશ અને તને ગામમાં નિકળવા નહિં દઉં.

​​​​​​​મહિલાએ બાળકીને જન્મ આપતા પરિવારજનો ચોંકી ઉઠ્યાં
મહિલાનાં કહેવા પ્રમાણે તેને થાઇરોઇડની દવા ચાલતી હોવાથી તેનાં શરીર પર સોજા રહેતા હોવાથી તેનાં ગર્ભની તેનાં કુટુંબના માણસોને તેની કોઈ ખબર પડી નહોતી. બે ત્રણ દિવસ પૂર્વે મહિલાને દુઃખાવો ઉપડતાં તેને તેના કુટુંબીઓ સિધ્ધપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જતાં ત્યાં તેને દિકરી જન્મતાં સૌ કુટુંબીઓએ આ જન્મેલી દિકરી વિશે પૂછતાં તેણે રીક્ષાચાલક યુવાને કરેલા કૃત્યથી તે જન્મી હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલાનાં કુટુંબીજનોએ યુવાનનાં કુટુંબીજનોને વાત કરતાં આ બાબતે કાંઇ માથે ન રાખતાં મહિલાએ કાકોશી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે યુવાન સામે દુષ્કર્મની ફરીયાદ નોંધી હતી.

error: Content is protected !!