લગ્નની શરણાઈઓ ગૂંજે તે પહેલાં જ વરરાજાનું મોત, બે પાક્કા મિત્રો મોતને ભેટ્યા, 6 માસનો દીકરો નોંધારો બન્યો

સરસ્વતી તાલુકાના વાહણા ગામના બે મિત્રો ડીસા તાલુકાના ધરપડા ગામે રવિવારે સાંજે બાઈક લઈને લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે આસેડા નજીક અચાનક બાઈક સ્લીપ ખાઈ જતાં બંન્ને જણા રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ખાનગી વાહનમાં સારવાર અર્થે ડીસા અને ત્યાર બાદ પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનાં વારાફરતી મૃત્યુ થયા હતાં.ઇજાગ્રસ્ત ભરતજી બચુજી ઠાકોરનું પાલનપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ભરતજી પ્રધાનજી ઠાકોરનુ મહેસાણા ખાતે મંગળવારે રાત્રે મોત થયું હતું. બન્ને મિત્રોના મોત થતાં વાહણા ગામ હિબકે ચઢ્યું હતું.

પિતાના મોતથી 6 માસના દીકરાનું પિતાની છત્ર છાયા ગુમાવી
અકસ્માતમાં મોતને ભેટેલા ભરતજી બચુજી ઠાકોર પરિણિત હતા અને પરિવારમાં 6 માસનો દીકરો પણ છે. આ નાનકડા બાળકે પિતા અને પત્ની પિન્કીબેને તેમના પતિ ગુમાવતા મા- દિકરો નોંધારા બન્યા હતા. એક સાથે રોડ અકસ્માતમાં એક જ ગામના બે મિત્રોનાં મોત થતાં ગામમાં ગમગીની છવાઈ હતી.

સરસ્વતી તાલુકાના વાહણા ગામના ભરતજી બચુજી ઠાકોર અને ભરતજી પ્રધાનજી ઠાકોર બંન્ને મિત્રો ધરપડા ગામે રવિવારે સાંજના સમયે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે ડિસા તાલુકાના ધરપડા- આસેડા એકમાર્ગીય રોડ પર પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક પીલરે ટકરાતાં બાઈક ચાલક અને પાછળ બેઠેલ બન્ને જણાંને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી વાહનમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્રણ બહેનોએ એકનો એક ભઈલો ગુમાવ્યો
25 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર ખેતી કામ કરતા હતા જેનું સારવાર દરમિયાન પાલનપુર હોસ્પિટલમાં સોમવારે રાત્રે મોત થયું હતું. જ્યારે ભરતજી પ્રધાનજી ઠાકોર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતો. જેનું મહેસાણા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે રાત્રે મોત નિપજ્યું હતું .

error: Content is protected !!