રાજકોટમાં હોટલના ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી નીચે પટકાઈ, દડાની જેમ ઉછળતા મોત, માતા બેહોશ

રાજકોટઃ રાજકો શહેરનાં ગોંડલ રોડ ઉપર માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોંડલ રોડ ઉપરની ખાનગી હોટેલનાં ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા અરેરાટીભર્યા દૃશ્યો સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, બાળકી નીચે પટકાઇ છે ત્યારે જમીન પર દડાની માફક ઉછળી પડે છે. બાદમાં શરીર ઉંધુ થઇને જમીન પર પટકાઇ છે. હોટલના સ્ટાફનું એક જ રટણ છે કે, બાળકી ચોથા માળે રમી રહી હતી ત્યારે તેની માતા મોબાઇલમાં વ્યસ્ત હતી.

હોટલ સ્ટાફનાં જણાવ્યા મુજબ માતા-પુત્રી રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી તેના સંબંધીએ અમારી હોટલનાં ચોથા માળે રૂમ બૂક કરાવ્યો હતો. આજે બંને રૂમમાં હતા ત્યારે માતા મોબાઈલ જોઈ રહી હતી. ત્યારે જ તેની બાળકી રમતા રમતા બારીમાંથી નીચે પડી ગઈ હતી. ઘટનાને પગલે માસૂમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પુત્રીનાં મોતની જાણ થતા માતા પણ આઘાતને કારણે બેહોશ થઈ જતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પુનાના રહેવાસી માનસીબેન કાપડિયા રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી ગોંડલ રોડ પર આવેલી ધ પાઇનવિન્ટા હોટલમાં ચોથા માળે રોકાયા હતા. તેની પુત્રીનું નામ નિત્યા છે. તેમજ માનસીબેનના પતિનું નામ દીપેશભાઈ કાપડિયા છે. આજે માતા-પુત્રી રૂમમાં હતા ત્યારે માતા મોબાઇલમાં વ્યસ્ત બનતા રમી રહેલી નિત્યા ક્યારે બારીના ભાગે જતી રહી તેનો ખ્યાલ રહ્યો નહોતો.

રમતા રમતા નિત્યા બારીમાંથી નીચે પટકાઈ હતી અને ખાનગી ડ્રાઇવરને જાણ થતા તેણે બૂમો પાડતા હોટલના કર્મચારીઓ એકઠા થઇ ગયા હતા અને તેની માતાને જાણ કરવામાં આવી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી પરતુ ટૂંકી સારવાર બાદ નિત્યાનું મોત નીપજ્યું હતું

રાજકોટમાં સંબંધીને ત્યાં સગાઈ પ્રસંગ હોવાથી માનસીબેન તેની પુત્ર નિત્યા સાથે રાજકોટ આવ્યા હતા. ગોંડલ રોડ પર હોટલમાં રૂમ સંબંધીએ માતા-પુત્રીને ઉતારો આપ્યો હતો. માનસીબેનના પતિ દીપેશભાઇ પુનામાં કડિયા કામ કરે છે.

error: Content is protected !!