વપરાયેલા કોન્ડમથી ઉભરાયેલ ગટરે ખોલ્યું કૂટણખાનાનું રાઝ, ગ્રાહકનો મૂડ જોઈ આપવામા આવતી સર્વિસ

ભાવનગર: ભાવનગરમાં ચોતરફ શરૂ થયેલાં સ્પા સ્ટેન્ટરોમાંથી કેટલાંક સ્પા સેન્ટરોમાં મસાજ કરવાના ઓઠા નીચે દેહવ્યાપારનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. આ સ્પા સેન્ટરોમાં અન્ય રાજ્ય અને વિદેશની યુવતીઓને લાવવામાં આવે છે અને થોડા થોડા સમયે તેમનાં શહેરો બદલી અન્ય શહેરોમાં મોકલી આપવામાં આવે છે. સ્પા સેન્ટરમાં ચાલતા આ ગોરખધંધા અંગે તપાસ દરમિયાન ઘોઘા સર્કલ, વાઘાવાડી રોડ અને સરિતા સોસાયટી ખાતેનાં કેટલાંક સ્પા સેન્ટરોમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની વિગતો બહાર આવી છે.

ભાવનગર શહેરમાં અંદાજે 20 સ્પા સેન્ટરો ચાલે છે, જેની નોંધણી કોર્પોરેશન તથા પોલીસમાં થયેલી હોય છે. પોલીસ દ્વારા સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીઓ તથા પરપ્રાંતીય યુવતીની વિગતો મેળવે છે તથા સોગંદનામું પણ કરવામાં આવે છે. સ્પા સેન્ટરમાં દાખલ થતાં જ એક મેનુ કાર્ડ બતાવવામાં આવે છે, જેમાં અલગ-અલગ પ્રકારના સ્પા થેરપી, જેવી કે સાદી સ્પા રૂ. 800થી 1000, ઓઇલ સ્પા રૂ.1200થી 1500, જેલ સ્પા રૂ.1500, હોટ સ્પા રૂ.3000થી 3500, થાઇ સ્પા રૂ.3000થી 4000 હોય છે. સ્પાના પ્રકારની સાથોસાથ સમયગાળાના ભાવ પણ અલગ-અલગ હોય છે.

સ્પામાં મસાજ દરમિયાન ગ્રાહકોના મૂડ અને વર્તન જોયા બાદ તેને ખાસ સર્વિસ કે ‘સ્વર્ગની સફર’ જેવા અનુભવ માટે પૂછવામાં આવે છે. ગ્રાહક જો લલચાય તો તેના માટે ભાવ-તાલ જણાવવામાં આવે છે અને એ માટે પાર્ટિશન કરેલી રૂમની સગવડ પણ ત્યાં જ ઉપલબ્ધ હોય છે. આ માટે રૂ. 2500થી 5000 સુધીનો ચાર્જ ટિપ સ્વરૂપે મેળવવામાં આવે છે. ગ્રાહક સ્પા સેન્ટરમાં દાખલ થાય એટલે તરત તેના મોબાઇલ, પાકીટ, ચાવી બધું લોકરમાં મુકાવી દેવામાં આવે છે એટલે બિનધાસ્ત આ દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે.

ઘોઘા સર્કલ વિસ્તારમાં ચાલતા એક સ્પા સેન્ટરના બિલ્ડિંગની ગટર વારંવાર ઊભરાય જાય છે અને આ ગટર સાફ કરતી વખતે કોન્ડમનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતો હોવાનું એક ફલેટધારકે જણાવ્યું હતું. ગટર વારંવાર ભરાય જતાં લોકોને શંકા પડતાં આ ગોરખધંધા ચાલતા હોવાનું બહાર આવ્યું હતું આ અંગે દુકાન ભાડે આપનાર માલિકને પણ ફલેટધારકોએ જાણ કરી છે.

સ્પા સેન્ટરમાં ચાલતા આ ગોરખધંધા તંત્રવાહકોની જાણ બહાર હોય એ શક્ય નથી. એક સ્પા સેન્ટરમાં માલેતુજાર ગ્રાહકનો ફોટો પાડી બ્લેકમેઇલિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ખાખી પહેરવેશવાળા એ જ આ મામલામાં વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

નામ નહીં જણાવવાની શરતે સ્પા સેન્ટરમાં કામ કરતી એક યુવતીએ જણાવ્યું હતું કે આ કામ અમે અમારી મજબૂરીના લીધે કરીએ છીએ, કોઈ ગ્રાહક ખાસ સર્વિસ માગે તો તેને આપવી એવી સૂચના હોય છે. અમે અહીં જ રહીએ છીએ.

error: Content is protected !!