હોટ અને સેક્સી નોરા ફતેહી એક સમયે કરતી હતી વેઈટરનું કામ, આ રીતે રાતોરાત બની ફેમસ

નોરા ફતેહીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની મહેનત અને સંઘર્ષથી હિન્દી સિનેમામાં સારું નામ મેળવ્યું છે અને તેણે ખૂબ જ સારી રીતે ફિલ્મ ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કરી છે. હવે, નોરા હિન્દી સિનેમામાં માત્ર થોડા વર્ષો જ રહી છે, જોકે તે ઝડપથી તેના પગ જમાવી રહી છે અને તેને ફૈંસ તરફથી ઘણો પ્રેમ પણ મળ્યો છે. નોરા ફતેહી આજે ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે અને તે શાનદાર જીવન જીવે છે, જોકે પહેલા આવું નહોતું. આ કેનેડિયન છોકરીએ જીવનમાં અહીં સુધી પહોંચવા માટે સંઘર્ષ કર્યો છે.

ક્યારેક તે એક જ રૂમમાં 8 લોકો સાથે રહેતી અને ક્યારેક નાની ઉંમરે વેઇટ્રેસ તરીકે કામ કરતી. તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને તે પછી તે આજે આ તબક્કે છે. તેના તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, નોરાએ જૂના અને સંઘર્ષના દિવસોને યાદ કર્યા છે. અભિનેત્રીએ પોતાની સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે.

તેમણે તેના અંગત જીવનની વિગતવાર ચર્ચા કરી અને કહ્યું કે તે એક સમયે હિન્દી પણ નહોતી જાણતી અને તેના કારણે ઘણું સાંભળવું પડતું. લોકો તેને ખૂબ ખરી-ખોટી પણ સંભળાવતા હતા. તેણે તેની કારકિર્દીમાં કેટલીક કાસ્ટિંગનો પણ સામનો કર્યો છે.

અભિનેત્રીએ તેના ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેણે બે વર્ષ કેનેડામાં વેઇટ્રેસ તરીકે કામ કર્યું. નોરાએ 16 વર્ષની નાની ઉંમરે આ કામ કરવાનું શરૂ કર્યું. આપને જણાવી દઈએ કે નોરા મૂળ કેનેડાની છે. તેના મતે, કેનેડામાં એક સંસ્કૃતિ છે જ્યાં દરેકને નોકરી હોવી જોઈએ. સ્કૂલની સાથે બાળકોને ત્યાં કામ પણ કરવું પડે છે.

તેના સંઘર્ષના દિવસો વિશે વધુ વાત કરતા નોરાએ કહ્યું કે, જ્યારે તે પીજીમાં રહેતી હતી, ત્યારે તેને એક જ રૂમમાં 8 છોકરીઓ સાથે રહેવું પડતું હતું. સાથે જ અભિનેત્રીની હિન્દી શરૂઆતમાં સારી નહોતી.

હિન્દી ન જાણવાના કારણે તેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેના મતે, ઘણી વખત લોકો તેમના પર ગંદી કોમેન્ટ્સ કરતા હતા.નોરાએ આ દરમિયાન એમ પણ કહ્યું કે એકવાર તે કાસ્ટિંગ કાઉચ એજન્ટને મળી હતી. તેણે નોરાના ચહેરા અને શરીર વિશે તેની મજાક ઉડાવી અને તેના પર ગંદી કોમેન્ટ કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઘણા મહાન ગીતોમાં પોતાના શાનદાર ડાન્સ દેખાડી ચૂકી છે. આ અભિનેત્રી હાલમાં જ હિન્દી સિનેમાના દિગ્ગજ અજય દેવગનની ફિલ્મ ‘ભુજ’માં જોવા મળી હતી. આ ફિલ્મ ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસે રજૂ કરવામાં આવી હતી.

error: Content is protected !!