વિધવા બહેનને આડા સંબંધો રાખવા પડ્યા ભારે, ખેલાયો ખેલ્યો ખૂની ખેલ

ઉત્તર પ્રદેશના નોઈડા પોલીસ સ્ટેશન સેક્ટર-39 વિસ્તારમાં હાજીપુર પાસે એક વ્યક્તિની છરી વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના કબજામાંથી હત્યામાં વપરાયેલ છરી પણ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે એક આરોપી ફરાર છે અને પોલીસ તેની શોધમાં ઠેર-ઠેર દરોડા પાડી રહી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવશે. હત્યા પાછળ અવૈધ સંબંધો સામે આવ્યા છે. આરોપીઓની પિતરાઈ વિધવા બહેનના એક વ્યક્તિ સાથે ગેરકાયદેસર સંબંધ હતો.

હત્યાના બે આરોપીની ધરપકડ
બુધવારે સવારે 8 વાગ્યાની આસપાસ પોલીસને સેક્ટર-39 પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળી હતી કે હાજીપુર સોસાયટીના ગેટ નંબર 2, સેક્ટર-104માં એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતકનું નામ રામ સિંહ પુત્ર દયારામ છે. જે ગુનારા પોલીસ સ્ટેશન જલાલાબાદ જિલ્લા શાહજહાંપુરનો રહેવાસી છે અને તેની ઉંમર 32 વર્ષ છે. મૃતકના ભાઈ રાજેશ કુમારે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અવૈધ સંબંધમાં શખ્સની હત્યા
પોલીસે મામલો ઉકેલવા ટીમ બનાવી હતી. સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને એક સુરાગ મળ્યો અને જલાલાબાદ જિલ્લા શાહજહાંપુરના રહેવાસી મોહનની ધરપકડ કરી. ત્યારબાદ તેની કડક પૂછપરછ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે તેના ઈશારે બીજા આરોપીને પકડી લીધો હતો અને હત્યામાં વપરાયેલ છરી પણ કબજે કરી હતી. હત્યામાં સામેલ એક આરોપી ફરાર હોવાનું કહેવાય છે. જેની શોધખોળ ચાલી રહી છે.

પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી
આ બાબતે એડિશનલ ડીસીપી રણવિજય સિંહે જણાવ્યું કે હત્યારો અને મૃતક બંને પિતરાઈ ભાઈ છે. મૃતક રામસિંહને તેની વિધવા બહેન સાથે ગેરકાયદેસર સંબંધો હતા. જેના કારણે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ત્રીજાની શોધ ચાલુ છે. પોસ્ટમોર્ટમ કરાવી લાશને મૃતકના સ્વજનોને સોંપવામાં આવી છે.

error: Content is protected !!