પત્ની અને ફૂલ જેવા બે દીકરાની હત્યા કરી ફાંસીએ લટકી ગયો, આમ કરવાનું કારણ વાંચીને ભાવુક થઈ જશો

દરેક પિતા પોતાના બાળકોની સારી જિંદગી માટે રાત-દિવસ મહેનત કરે છે. એટલું જ નહીં તેમનું કરિયર બનાવવા માટે ઘર પણ ગિરવી મુકીને બેંકમાંથી લોન લેતાં હોય છે. પરંતુ મધ્ય પ્રદેશના ઈન્દોરથી એક ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં એક મજબૂર પિતાએ લોન ભરી ન શકતાં પોતાનો હસતો પરિવાર ખત્મ કરી દીધો હતો. અંતમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જે હાથોથી તે કાલ સુધી પોતાના ફૂલ જેવા પુત્ર અને પુત્રીને રમાડતો હતો પણ હવે તે જ હાથથી માસૂમોને જહેર આપીને મારી નાખ્યા હતાં.

મૃતક અમિત યાદવ ઘટનાના એક દિવસ પહેલા ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે ગયો હતો. જ્યાં તે પરિવાર સાથે મહાકાલની શાહી સવારીમાં સામેલ થયો હતો. ત્યાં તેણે પોતાના પરિવારની સલામતી માટે પ્રાર્થના કરી હતી. પરંતુ ઘરે પરત ફરીને બીજા જ દિવસે પહેલા પોતાના પત્ની ટીના યાદવ અને ત્રણ વર્ષની પુત્રી યાના અને દોઢ વર્ષના પુત્ર દિવ્યાંશને કાપતા હાથે ઝહેર આપી દીધું હતું. ત્યાર બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનાની જાણકારી ત્યારે થઈ જ્યારે મકાન માલિકે ઘરનો દરવાજો ખખડાવ્યો, પરંતુ દરવાજો ખોલ્યો નહીં તો તેને શંકા ગઈ હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરી તો તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો આખો પરિવાર ખત્મ થઈ ગયો હતો. પત્ની અને બાળકોનો મૃતદેહ બેડમા પડ્યો હતો જ્યારે યુવકનો મૃતદેહ લટકતો હતો.

ઘટના પર પહોંચેલ પોલીસને ચાર મૃતદેહોની સાથે એક સુસાઈટ નોટ પણ મળી હતી જે મોત પહેલા અમિત યાદવે લખી હતી. સુસાઈટ નોટમાં લખ્યું હતું કે, અમિત યાદવે મોબીક્વીક એપના માધ્યમથી લોન લીધી હતી, જે તે ભરી શકતો નહતો. તે આર્થિક રૂપથી પરેશાન હતો. લોન નહીં ભરાય તેની બિકે આખો પરિવાર ખત્મ થઈ ગયો હતો.

જોકે હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ સાથે લોન આપનાર કંપનીના કર્મચારીઓની પણ પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે, મૃતક અમિત યાદવ મૂળ સાગરને રહેવાસી હતો. તે પોતાની પત્ની અને બળકોની સાથે ભાગીરતપુરમાં ભાડે રહેતો હતો. અમિત મોબાઈલ ટાવર કંપનીમાં ઈલેક્ટ્રિક એન્જીનિયર હતો.

ઘટનાના દિવસે અમિતની માતાએ તેને ફોન કર્યો હતો પરંતુ કોઈએ રિસીવ કર્યો નહતો તો માતાએ અમિતના મકાન માલિક કેદરાનાથને ફોન કર્યો હતો અને કહ્યું કે પુત્ર સાથે વાત કરાવો. જ્યારે મકાન માલિક ત્યાં પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો ત્યાર બાદ તેમણે બૂમા પાડી તો પણ દરવાજો કોઈએ ખોલ્યો નહીં. ત્યાર બાદ આ અંગે પોલીસને જાણ કરી હતી.

error: Content is protected !!