નાના ભાઈએ બહેનને બોયફ્રેન્ડ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધી

મહારાષ્ટ્રના નાગપુરની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક બહેન અને તેના એક્સ બોયફ્રેન્ડ પર પોતાના નાના ભાઈની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. આરોપ મુજબ, ભાઈએ તેની બહેનને તેના બોયફ્રેન્ડ સાથે આપત્તિજનક હાલતમાં જોઈ લીધી હતી. આ પછી આ ઘટના છુપાવવા માટે છોકરીએ તેના ભાઈની હત્યા કરી નાંખી હતી. પોલીસ મુજબ, ભાઈની હત્યા ગળું દબાવીને કરી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને બંનેએ પોતાનો ગુનો કબૂલ્યો છે.

આ ઘટના વાડી વિસ્તારની છે. છોકરીની માએ બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. માહિતી મુજબ, સોમવાર સાંજે છોકરીના માતા-પિતા કોઈ કામથી બહાર ગયા હતાં. ભાઈ પણ રમવા માટે બહાર ગયો હતો. જેનો ફાયદો ઉઠાવીને છોકરીએ તેના બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો હતો. બંને આપત્તિજનક હાલમાં હતાં ત્યારે અચાનક છોકરીનો 12 વર્ષીય ભાઈ ત્યાં પહોંચી ગયો અને આ ઘટનાની જાણકારી તેના માતા-પિતાને આપવાની વાત કરતો હતો.

બંને વચ્ચે મારઝૂડ થઈ હતી અને પછી છોકરીએ બોયફ્રેન્ડ સ્નેહલ સોનપિંપલએ છોકરીના ભાઈને મારવાનું શરૂ કરી દીધું હતું. આપોર છે કે, તેને માર મારવા છતાં તેને શાંતિ ના થઈ તો બંનેએ મળીને તેનું ગળું દબાવી દીધું હતું. આ ઘટના પછી છોકરીએ તેના ભાઈને જમીન પર પછાડ્યો અને તેને માથામાં ઇજા થઈ અને તેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. ભાઈના મોત પછી બહેને માતા-પિતાને ફોન કરીને બોલાવ્યા અને કહ્યું કે, ભાઈ રમતાં-રમતાં પડી ગયો અને ઉઠી શક્યો નહીં. ઘરે આવીને માતા-પિતાએ ચેક કર્યું તો ભાઈનું મોત થયું છે.

આ પછી સ્થળ પર તપાસ માટે પહોંચેલા પોલીસ અધિકારીએ નૂરુલ હસનની બોડીને જોઈ તો તેમને શંકા થઈ હતી. બાળકના શરીર પર ઘણી જગ્યાએ ઇજાના નિશાન હતા અને ગળા પર નિશાન હતાં.

હસનને આ અંગે શંકા થઈ અને તેમને છોકરીના મોબાઇલ ફોનની ડિટેલ કઢાવી હતી. જેમાં સ્નેહલ સોનપિંપલ સાથે દિવસમાં ઘણીવાર વાતચીત કરવાનો રેકોર્ડ મળ્યો હતો. આ પછી છોકરીની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. આ પછી તેના બોયફ્રેન્ડની મંગળવાર સવારે ધરપકડ કરી હતી.

error: Content is protected !!