52 વર્ષની ઉંમરે વિધવા મહિલાને યુવક સાથે પ્રેમ થયો, જાણ થઈ તો ભાવુક થઈ ગયો દીકરો અને…

સાચો પ્રેમ કોઈપણ ઉંમરે મળી શકે છે. આવા જ એક કિસ્સામાં મુંબઈમાં એક દીકરા અને પુત્રવધૂએ પોતાની વિધવા માતાના લગ્ન કરાવ્યા છે. લોકો તેમના આ પગલાનાં વખાણ કરી રહ્યાં છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. 52 વર્ષની વિધવા આ ઉંમરે એકલતા અનુભવતી હતી, જેને જોઈને દીકરા અને પુત્રવધૂએ તેમના લગ્ન કરાવ્યા.

દુબઈમાં રહેતા જિમિત ગાંધીએ લિંક્ડઈન પર પોસ્ટ લખીને પોતાની માતાની બહાદુરીની પ્રશંસા કરી છે. તેણે જણાવ્યું હતું કે 2013માં તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. પછી 2017માં માતાને થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું.

કોવિડના સમયે તે કોરોના વાઈરસથી પણ સંક્રમિત થઈ, પરંતુ તેણે હાર ન માની. તે કેન્સર અને કોવિડથી સંપૂર્ણ રીતે સાજી થઈ ચૂકી છે અને હવે તેણે પોતાનો નવો જીવનસાથી પણ પસંદ કર્યો છે.

52 વર્ષનાં કામિની ગાંધી ઘણા સમયથી એકલતા અનુભવી રહ્યાં હતાં. તેમનાં બાળકો બહાર કામ કરે છે. કામિની લાંબા સમયથી બીમારીઓથી પણ પરેશાન હતાં. આવી સ્થિતિમાં તેમણે નવું જીવન શરૂ કરવાનું નક્કી કર્યું. એક જૂના પારિવારિક મિત્ર સાથે તેમને પ્રેમ થઈ ગયો.

શરૂઆતમાં કામિનીએ દુનિયાના ડરથી આ વાત કોઈને કહીં નહીં. પછી તેમણે ડરતાં-ડરતાં આ વાત પોતાની પુત્રવધૂ સાથે શેર કરી. પછી તેમના દીકરાને પણ આ વાત જણાવી. સારી વાત એ હતી કે તેમના આ સંબંધોનો કોઈએ વિરોધ ન કર્યો. દીકરા-પુત્રવધૂએ મળીને તેમના લગ્ન કરાવ્યા. ગત 14 ફેબ્રુઆરીએ બંને મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયાં.

સોશિયલ મીડિયા પર લોકોએ પ્રશંસા કરી
દીકરાની પોસ્ટ પર લોકો માતા અને દીકરા બંનેની હિંમતનાં વખાણ કરી રહ્યા છે, સાથે જ લોકો તેમને લગ્ન અને નવા જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.

error: Content is protected !!