મુકેશ અંબાણી સવારે કેટલા વાગે ઊઠે છે ને સૌ પહેલાં કરે છે આ કામ? જાણો આખો દિવસ કેવી રીતે પસાર થાય છે

વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક મુકેશ અંબાણી સામાન્ય લોકોની જેમ જીવે છે અને કામ માટે ઘર છોડતા પહેલા માતાના આશીર્વાદ લે છે. મુકેશ અંબાણી પોતાના કામમાં ગમે તેટલા વ્યસ્ત હોય, તેઓ પોતાના પરિવારના સભ્યો માટે ચોક્કસપણે સમય કાઢે છે. આજે અમે તમને મુકેશ અંબાણીની જીવનશૈલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે તેઓ તેમના દિવસની શરૂઆત કેવી રીતે કરે છે.

મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. તેમના પરિવારમાં તેમની માતા, પત્ની, બે પુત્રો, એક પુત્રવધૂ અને પૌત્ર છે. જ્યારે તેમને એક પુત્રી પણ છે જેના લગ્ન થઈ ચૂક્યા છે.

63 વર્ષના મુકેશ અંબાણી પોતાના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે અને માત્ર તંદુરસ્ત ખોરાક જ ખાય છે. તે દરરોજ સવારે 5.30 વાગ્યે ઉઠે છે અને પછી યોગ અને જિમ કરે છે. કસરત કર્યા પછી, તેઓ તેમના દિવસની શરૂઆત કરે છે.

તેઓ શુદ્ધ શાકાહારી ખોરાક જ ખાય છે. તો, કામ પર જતા પહેલા, તેઓ ચોક્કસપણે તેમની માતાને મળે છે અને માતાના આશીર્વાદ લીધા વિના ઘર છોડતા નથી.

કામમાં વ્યસ્ત હોવાને કારણે મુકેશ અંબાણીને તેમના પરિવારના સભ્યો સાથે વધારે સમય પસાર કરવાનો સમય મળતો નથી. એટલા માટે તેઓ રવિવારે પોતાને સંપૂર્ણપણે ફ્રી રાખે છે અને તેમના પરિવારના સભ્યો સાથે બેસીને ખોરાક લે છે.

રવિવારના દિવસને તે પોતાના પરિવારને સંપૂર્ણપણે સમર્પિત કરે છે. મુકેશ અંબાણી દારૂને અડતા પણ નથી. તેઓ ગમે તેટલી મોટી પાર્ટીમાં જાય, તેઓ ક્યારેય દારૂને હાથ અડાડતા નથી.

આ સિવાય, તેઓ ખૂબ મોટા દાનવીર પણ છે અને સમયાંતરે દાન આપતા રહે છે. તેમણે કોરોના સમયગાળા દરમિયાન 500 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

error: Content is protected !!