દિકરો લગ્ન કરીને લાવ્યો જર્મની વહુ, પણ દુલ્હનના પિતાની વાત સાંભળીને ભાવુક થયું આખુ ગામ

પ્રેમ એક એવી વસ્તુ છે કે જેને સરહદો, રંગરૂપ, જાતિ ધર્મ વગેરે જેવા બંનેમાં રહીને કરવામાં આવતો નથી. આ પ્રેમ જ્યારે થાય છે ત્યારે બસ તે થઈ જાય છે. જે બાદ છોકરા છોકરીઓ એકબીજા સાથે જીવનભર રહેવા માટેના સપના જોવા માગે છે. જેને લઈને તેઓ લગ્નને લઈને મોટુ પગલું પણ ઉઠાવે છે. હાલમાં ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં એક અનોખા લગ્ન સામે આવ્યાં છે. ગમે તે લગ્નમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર દુલ્હન હોય છે. લગ્નમાં આવેલા મહેમાન પણ દુલ્હનને સૌથી પહેલા જુએ છે…

મધ્યપ્રદેશના સાંચી ગામમાં આ સમય માહોલ ખુબ રંગીન થઈ ગયો છે. કારણ કે અહિંયાના એક દેશી છોકરાએ જર્મનીની દુલ્હન સાથે સાત ફેરા લીધા છે. ગયા રવિવારે આ લગ્ન યોજયા હતા. જેમાં બધાની નજર દુલ્હન પર ટકેલી હતી ચોખેલાલ ભાવસાર સિરોઝના ભૌરિયા ગામમાં રહેલા એક ટીચર છે.

તેનો દિકરો બૃહકિશોર એક સાઈન્ટિસ્ટ છે. જે હાલમાં જ જર્મનીના બર્લિનમાં રહેનાર વિક્ટોરિયા લુઈસા ક્રાઈન મર્સન વોન બીબર્સટાઈન સાથે લગ્ન કર્યાં છે. જેથી આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયો છે. ઈન્ટરનેટ પર આ લગ્નની તસવીર ખુબ વાઈરલ થઈ રહી છે. આ લગ્નમાં દુલ્હન બનેલી જર્મનીની મહિલા ભારતીય કપડામાં ખુબ સુંદર લાગી રહી હતી.

રસપ્રદ વાત એ છે કે દુલ્હન અને તેનો પરિવાર ભારતમાં હિન્દુ રીતી રિવાજ પ્રમાણે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો હતો. જર્મનીથી આવેલા દુલ્હનના પરિવારના લોકોએ આ લગ્નમાં ખુબ સારી રીતે ભાગ લીધો હતો. લગ્નમાં સામેલ થયેલા બધા લોકો ખુબ ખુશ જોવા મળી રહ્યાં હતા. તેના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી.

આમ આ લગ્ન ખુબ ધામધુમથી પૂર્ણ કરવામાં આવ્યા હતા. જર્મનીથી આવેલા દુલ્હાના સસરાએ લગ્નમાં ભારતીય વ્યંજનોનો ભરપુર મજા લીધી હતી. દુલ્હનના પરિવારે કહ્યું કે ક્યારેય વિચાર્યુ ન હતું કે તેની દીકરીના લગ્ન આ રીતે કોઈ ગામમાં થશે. હવે તે પોતાની દિકરીને સાસરીયાને સોંપી દીધી છે. હવે મારી દીકરીના માતા-પિતા જ તેના સાસુ-સસરા છે. ગામના લોકો જ દીકરાનો આખો પરિવાર છે. આ વાત સાંભળીને સૌ કોઈ ખુશ થઈ ગયા હતા.

ભારતીય સંસ્કૃતિ અને અહિંયાના લોકોના રીતિ રીવાજ હવે ધીમે ધીમે વિદેશોમાં પણ પોપ્યુલર થઈ રહ્યાં છે. આ સરહદી સીમાઓના લોકો પ્રેમ કરવા માટે પોતાને રોકી શકતા નથી. તમને જર્મનીની રહેનાર દુલ્હન ઈન્ડિયન પરિધાનમાં કેવી લાગી તે તમે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો.

error: Content is protected !!