વરરાજાની કાર હવામા 15 ફુટ ઉછળીને ખેતરમાં પટકાઈ, લગ્નના 30 મિનિટ પહેલાં વરરાજાનું મોત

એક ખૂબ જ શોકિંગ અને આઘાતજનક બનાવ બન્યો છે. જયાં થનાર ભાવી પતિનું લગ્ન મંડપમાં દુલ્હન રાહ જોઈ હતી. બીજી તરફ નવા જીવની શરૂઆત કરવા માટે વરરાજા પણ ઉત્સુક હતા. વરરાજા ઘરેથી જાન લઈને નીકળ્યા હતા. પરંતુ તેમની પાસે જાન તો ન પહોંચી પણ અકસ્માતના સમાચાર પહોંચ્યાં. ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. આ પ્રેમી યુગલને કોઈકની નજર લાગી ગઈ હોય એમ તેમના પર કાળ ત્રાટક્યો હતો. આ હચમચાવી દેતા બનાવથી લગ્નની ખુશીઓ માતમમા ફેરવાઈ ગઈ હતા. આવા આધાતજનક બનાવથી લોકો હચમચી ગયા છે.

મધ્યપ્રદેશના ધારમાં શનિવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક વરરાજાનું મોત નિપજ્યું છે. થોડા કલાકો બાદ તેના લગ્ન થવાના હતા. દુલ્હન પક્ષે લોકો જાનની રાહ જોતા હતા, પરંતુ તેમની પાસે જાન તો ન પહોંચી પણ અકસ્માતના સમાચાર પહોંચ્યાં.

આ દૂર્ઘટના ધારના ફુલગાંવડી પાસે બની હતી, જ્યાં વરરાજાની કાર ડિવાઈડર સાથે અથડાઈને ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત વરરાજાને ઈન્દોર રેફર કરવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ વરરાજાએ દમ તોડ્યો હતો.

બડવાની જિલ્લાના ટિટગારિયા (ખેડા) ગામના રહેવાસી રિતેશના લગ્ન લાબરિયા ગામની જ્યોતિ સાથે નક્કી થયા હતા. રિતેશ જાન લઈને લાબરિયા જઈ રહ્યો હતો, પરંતુ લગ્નસ્થળથી 28 કિલોમીટર પહેલા ઈન્દોર-અમદાવાદ ફોરલેન પર ફુલગાંવડી ગામ પાસે આ દૂર્ઘટના બની.

15 ફુટ ઉછળીને ખેતરમાં પહોંચી કાર
પ્રત્યક્ષદર્શિઓ અનુસાર કાર ડિવાઈડર સાથે અથડાતા આશરે 15 ફુટ ઉછળીને ખેતરમાં પડી હતી. કારમાં વરરાજા સાથે 5 લોકો સવાર હતા. દૂર્ઘટનામાં દરેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાં દુલ્હા અને તેનો પિતરાઈ ભાઈ ગંભીર રુપે ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ હોસ્પિટલ લઈ જતા તેમનું રસ્તા પર જ મોત થયું હતું.

ઝોકું આવતા દૂર્ઘટના બની
સરદારપુર પોલીસ પ્રમાણે ઘટનામાં રાધિકા, આરતી, કિશોર, ચંપાલાલ અને અજય ઈજાગ્રસ્ત થયા છે. પ્રારંભિક તપાસમાં ઘટના ડ્રાઈવરને ઝોકું આવતા થઈ છે. ઝોકું આવતા ડ્રાઈવર કાર પરથી નિયંત્રણ ગુમાવી બેઠો અને ઝડપી ગતિએ જઈ રહેલી કાર ખેતરમાં જઈને પડી.

error: Content is protected !!