150 વીઘમાં ફેલાયેલું છે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું ‘હસીન’ ફાર્મ હાઉસ, ઘરબેઠા મારો એક લટાર

ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ક્રિકેટનાં મેદાન પર જેટલાં હિટ છે, એટલું જ વૈભવી જીવન તે ક્રિકેટ મેદાનની બહાર જીવે છે. જુઓ ઘરની સુંદર તસવીરો….

અમરોહામાં એક બહુજ સુંદર ફાર્મ હાઉસ
મોહમ્મદ શમીનું ઉત્તર પ્રદેશનાં અમરોહા જીલ્લાનાં અલીનગર વિસ્તારમાં એક સુંદર ફાર્મ હાઉસ છે, જે લગભગ 150 વીઘા ક્ષેત્રમાં ફેલાયેલું છે.

ફાર્મ હાઉસની કિંમત 12થી 15 કરોડ રૂપિયાની વચ્ચે
મોહમ્મદ શમીનાં ફાર્મ હાઉસની કિંમત 12થી 15 કરોડ રૂપિયાની વચ્ચે છે. શામી અહીંયા ક્રિકેટની જોરદાર પ્રેક્ટિસ કરે છે.

ફાર્મ હાઉસનું નામ ‘હસીન’ ફાર્મ હાઉસ છે
મોહમ્મદ શમીનાં આ ફાર્મ હાઉસનું નામ હસીન ફાર્મ હાઉસ છે, હાઈવેનાં કિનારે પોતાના ગામ સહસપુર અલગનગરની પાસે કરોડોની જમીનનાં માલિક છે મોહમ્મદ શામી.

પત્ની હસીન જહાંનાં નામ પર જ હસીન ફાર્મ હાઉસ નામ રાખ્યુ
મોહમ્મદ શમીએ વર્ષ 2015માં ગામની પાસે હાઈવેનાં કિનારે 150 વીઘા જમીન ખરીદી હતી. તેનું રજીસ્ટ્રેશન તેમણે પોતાના નામે કરાવ્યુ હતુ અને તેને ફાર્મ હાઉસનાં રૂપમાં બદલીને પત્ની હસીન જહાંના નામે જ હસીન ફાર્મ હાઉસ નામ રાખ્યુ હતુ.

શમીએ ફાર્મ હાઉસમાં ઘણી પિચો બનાવી રાખી છે
શમીએ આ ફાર્મ હાઉસમાં પ્રેક્ટિસ નેટ અને ઘણી પિચો પણ બનાવી છે ગયા વર્ષે લોકડાઉનમાં સુરેશ રૈના, ભુવનેશ્વર કુમાર સહિત ઘણા અન્ય ખેલાડીઓ અહીં પ્રેક્ટિસ કરવા માટે આવ્યા હતા.

શમીએ અહીં પોતાની જાતને ફીટ રાખી
શમીએ અહીં જોરદાર પરસેવો વહાવીને પોતાની જાતને ફીટ રાખી છે. આજનાં બજારભાવનાં હિસાબથી આ દોઢસો વીઘા ફાર્મ હાઉસની કિંમત 12થી 15 કરોડ રૂપિયાની વચ્ચે છે.

error: Content is protected !!