યુવકે પોતાની કિડની પ્રેમિકાની માતાને ડોનેટ કરી, મહિનામાં યુવતીએ બીજા સાથે લગ્ન કરી લીધા

એક શોકિંગ ઘટના સામે આવી છે. જે વાંચીને તમારા પણ હોશ ઉડી જશે. આજના ઝડપથી બદલાતા સમયમાં લોકોની અંદર ફીલીંગ્સ અને ઈમોશન્સ ખતમ થઈ રહ્યા છે. તો, કોઈને સાચો પ્રેમ મેળવવો એ હવે સપનાની હકીકત બનવા જેવું છે. દિવસે ને દિવસે પ્રેમમાં ડૂબેલા અનેક લોકોના દિલ તૂટતા રહે છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાના દિલની કહાની દરેકને કહી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ સાંભળીને દંગ રહી ગયા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મેક્સિકન વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડની માતાનો જીવ બચાવવા માટે તેની કિડની દાન કરી છે. એક મહિના પછી જ તેની ગર્લફ્રેન્ડે તેને છોડીને બીજા કોઈનો હાથ પકડી લીધો. સોશિયલ મીડિયા પર પ્રેમના આ દુઃખદ અંતને જોઈને યુઝર્સ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક શિક્ષક તરીકે કામ કરતા માર્ટિનેઝની કહાની સોશિયલ મીડિયા પર તે સમયે વાયરલ થઈ ગઈ છે, જ્યારે તેણે પોતાના દુર્ભાગ્યપૂર્ણ પ્રેમ સંબંધને એક ટિકટોક ટ્રેંડનાં ભાગ રૂપે શેર કર્યો.

વીડિયોની સીરીઝ શેર કરતા માર્ટિનેઝે જણાવ્યુકે, કેવી રીતે તેણે ઉદારતાપૂર્વક પોતાનું અંગદાન કરીને પોતાની ગર્લફ્રેન્ડની મમ્મીનો જીવ બચાવવામાં મદદ કરી, પરંતુ તેને ક્યાં જાણ હતી કે, આ વીરતાપૂર્વક કરેલું કાર્ય પણ તેના સંબંધને બચાવી શકશે નહિ.

માર્ટિનેઝે જણાવ્યુકે, પ્રેમિકાની માતાને બચાવવાનાં એક મહિના કરતા પણ ઓછા સમયમાં તેની પ્રેમિકાએ તેને છોડી દીધો હતો. ડેઈલી સ્ટાર અનુસાર, આ વીડિયો Tiktok પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેને 14 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

હાલમાં, વીડિયો વાયરલ થયા પછી, તેના એક ફોલોઅપ વીડિયોમાં, માર્ટિનેઝે વાયરલ પોસ્ટ પરની ટિપ્પણીઓનો જવાબ આપતા કહ્યું કે તે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સામે કોઈ દ્વેષ રાખતો નથી.

તે કહે છે કે ‘મારે તેની સામે કંઈ નથી. અમે મિત્રો નથી પણ એકબીજાને ધિક્કારતા નથી. મેં વિડિયો માત્ર ટિકટોક માટે બનાવ્યો હતો, મને લાગતું ન હતું કે તે વાયરલ થશે.

error: Content is protected !!