મળો જેઠાલાલના રિયલ પરિવારને, રીલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ છે તેઓ ફેમિલી મેન

પોપ્યુલર ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ ગડાની ફેમિલીને તમે ટીવીમાં જોતા હશો. રીલ લાઈફના જેઠાલાલની ફેમિલીના એક એક મેમ્બરને તમે ઓળખતા હશો પરંતુ શું તમે જાણો છો કે જેઠાલાલનો રોલ પ્લે કરનાર દિલીપ જોશીના રિયલ ફેમિલી મેમ્બર કોણ છે? દિલીપ જોશીની પત્નીને લાઈમલાઈટ પસંદ નથી, રિયલ લાઈફમાં પણ છે ફેમિલીમેન, આવો જાણીએ જેઠાલલાની રિયલ ફેમિલી વિશે….

દિલીપ જોશીની પત્નીને લાઈમલાઈટ પસંદ નથી
દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ ગુજરાતમાં થયો છે. આ શૉ પહેલાં દિલીપ જોશી ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે. તેમણે શાહરુખ ખાનની ‘વન 2 કા 4’ અને સલમાન ખાનની ‘હમ આપ કે હૈ કૌન’ સહિત ઘણી ફિલ્મમાં રોલ કર્યો છે. જોકે તેમને અસલ નેમ અને ફેમ ‘તારક મહેતા કો ઉલ્ટા ચશ્મા’ શૉથી મળી. આ શૉમાં જેઠાલાલનો રોલ તેમનાં કરિયરની સૌથી મોટી ઉપલબ્ધિ સાબિત થઈ. તેમની પત્નીનું નામ જયમાલા છે. પતિ ટીવી સ્ટાર છે તો પત્નીને લાઈમલાઈટથી દૂર રહેવું પસંદ છે.

2 બાળકોના પિતા છે રિયલ લાઈફના જેઠાલાલ
રિયલ લાઈફમાં દિલીપ જોશીના 2 બાળકો છે: દીકરી નિયતી જોશી અને દીકરો ઋત્વિક જોશી. તેમની દીકરના લગ્ન 8 ડિસેમ્બરે થયા અને 11 ડિસેમ્બરે હોટેલ તાજમાં રિસેપ્શન યોજાયું હતું. દિલીપ પ્રાઈવેટ પર્સન છે અને સોશિયલ મીડિયા પર લૉ પ્રોફાઈલ રાખે છે.

12.29 લાખની ન્યૂ બ્રાન્ડ કારની ખરીદી
દિલીપ જોશીની ફેમિલીમાં થોડા સમય પહેલા એક મેમ્બર ઉમેરાયું છે. તેમણે દિવાળીએ 12.29 લાખ રૂપિયાની સબકોમ્પેક્ટ SUV કાર ખરીદી છે. રીલ લાઈફમાં જેઠાલાલ ઓટો રિક્ષામાં ટ્રાવેલિંગ કરતાં ભલે જોવા મળતા હોય પરંતુ રિયલ જેઠાલાલને ગાડીઓનો ઘણો શોખ છે. તેમની ફેવરિટ કાર 80 લાખ રૂપિયાની ઓડી Q7 છે.

રિયલ લાઈફમાં ફેમિલીમેન
રીલ લાઈફની જેમ અસલ લાઈફમાં પણ જેઠાલાલ પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે. તેમના પેરેન્ટ્સનું તે ઘણું સમ્માન કરે છે. શૂટમાંથી ફ્રી થયા બાદ તેમની પ્રાયોરિટી ફેમિલી હોય છે. સમયાંતરે તેઓ ફેમિલી સાથે બહાર ફરવા જવાનું પસંદ કરે છે. થોડા સમય પહેલાં જ તેઓ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ થયા છે.

error: Content is protected !!