આવી રહી છે મારુતિની વેગનઆર ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કર્યા બાદ 200km,કિંમત હશે માત્ર આટલી

મંદી ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય ભારતીયની કમર તોડી નાખી છે. આ સમય દરમિયાન ઘણા ભારતીયોએ કાં તો વાહનો ખરીદવાની યોજના છોડી દીધી છે. અથવા તો તેમણે ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે.

આ જ કારણ છે કે લગભગ તમામ મોટા ઓટોમેકર્સ ઇલેક્ટ્રિક વાહનો બનાવવા પર ભાર મૂકે છે. હવે જ્યારે મોટાભાગના મોટા કાર ઉત્પાદકો ઇ-કારના નિર્માણ તરફ ઝડપથી કામ કરી રહ્યા છે, ત્યારે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ-સુઝુકી કેવી રીતે પાછળ રહી શકે છે.

કંપનીએ તેની લોકપ્રિય હેચબેક વેગન આરનો ઇલેક્ટ્રિક પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. ભૂતકાળમાં, આ કાર પરીક્ષણ દરમિયાન ઘણી વખત જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ્યારે આ કાર સ્પોટ થઈ હતી, ત્યારે તેના પરીક્ષણ મોડેલમાં ટોયોટા બેજ લાગેલું હતું. આ પરથી અનુમાન કરવામાં આવ્યું હતું કે કદાચ આ કાર મારુતિ-ટોયોટા ભાગીદારી હેઠળ બજારમાં રજૂ કરવામાં આવશે. પરંતુ હવે આ કારનું જે મોડેલ જોવા મળ્યું છે તેમાં મારુતિ-સુઝુકીનો લોગો જ છે.

જો કે, આ આગામી કાર વિશે કંપની દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ જો નિષ્ણાંતોની વાત માની લેવામાં આવે તો, વેગન-આર ઇલેક્ટ્રિક એકવાર સંપૂર્ણ ચાર્જ પર મહત્તમ 200 કિ.મી.નું અંતર કાપી શકે છે અને આ કાર 100-120 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

વળી, કારને ત્રણ-તબક્કાના એસી ઇન્ડક્શન મોટર આપવામાં આવશે, જે બે ચાર્જિંગ પોર્ટસની સાથે આવે છે. તેમાંથી, એસી (AC)ચાર્જિંગ વિકલ્પની મદદથી, ઇલેક્ટ્રિક કારને 7 કલાકમાં ચાર્જ થઈ શકે છે અને જ્યારે ડીસી (DC)ફાસ્ટ ચાર્જિંગ માત્ર 1 કલાકમાં 80 ટકા જેટલી ચાર્જ થઈ શકે છે.

મારુતિ વેગન આર ઇલેક્ટ્રિકની એક્સ શો-રૂમ કિંમત 8-9 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.

error: Content is protected !!