બે છોકરાનો બાપ એવા 27 વર્ષના પરિણીત યુવકે અને અપરિણીત યુવતીએ ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું

હળવદઃ બુધવારે હળવદ તાલુકાના ડુંગરપુર ગામની વાડીમાં ઓરડીમાં રૂમમાં યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને મોતને બનાવ બન્યો હતો. હળવદ તાલુકાના ડુંગરપુર ગામનો પરિણીત 27 વર્ષના રઘુભાઈ રાણાભાઈ ઈદરિયા પોતાની વાડીમાં તેમજ વાંકાનેર તાલુકાના ઓડ ગામની અપરિણીત યુવતી કાજલબેન નવઘણભાઈ વિઝુવાડિયા રઘુભાઈ ઈદરિયાની વાડીમાં બુધવારે બપોરે વાડીની રૂમમાં ઓરડીમાં રાઠવા સાથે કોઈ કારણોસર ફાંસો ખાઈને આત્મહત્યા કરીને મોતને વહાલું કર્યું હતું.

આ બનાવની જાણ ગામ લોકોને થતા ગામ લોકો વાડીએ દોડી ગયા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરતા હળવદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ એ.એ.જાડેજાએ ચરાડવા બીટ જમાદાર કિશોરભાઈ સોલાગામા કોસ્ટેબલ મનસુખભાઈ ચાવડા સહિતના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં પોલીસે મૃતકની લાશને હળવદની સરકારી હોસ્પિટલ પીએમ માટે મોકલી આપી હતી.

જ્યાંફરજ પરના ડો.હિરાણીબેન પટેલ, ડો.કૌશાલભાઈ પટેલે બંન્નેની લાશને પી.એમ કરીને લાશ પરિવારજનોને સોંપી હતી. મૃતક યુવાનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા તેઓને 3 વર્ષની છોકરી અને દોઢ વર્ષનો બાબો છે. જ્યારે મૃતક યુવતી અપરણીત છે વાંકાનેર તાલુકાના કારખાનામાં મજૂરી કામ કરતી હતી. પોલીસે કોઇ અગમ્ય કારણોસર મોતને થયાની એડી નોંધાયાની જાહેરાત કરી હતી.

error: Content is protected !!