સુરતમાં 135 પિતા વિહોણી દીકરીઓના મહેશ સવાણીએ પાલકપિતા બની લગ્ન કરાવ્યા, સવાણી પરિવારે કન્યાદાન કર્યું

સુરત: સુરતમાં પી.પી.સવાણી ગ્રુપ આયોજિત ભવ્ય સમૂહલગ્ન સમારોહ “ચુંદડી મહિયરની”ના પ્રથમ દિવસે સવારે 65 અને સાંજે 70 જેટલી કન્યાના લગ્ન પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલના કેમ્પસમાં યોજાયા હતા. બે દિવસમાં 300 દીકરી પરણશે. બે દિવસથી બદલાયેલા મોસમના કારણે ખુલ્લા મેદાનમાં નહી પણ શાળાના સંકુલમાં યોજાયા હતા. આજે એક અનોખો સંયોગ આજે પી.પી સવાણીના આંગણે થયો હતો.

આજે એક તરફ હિંદુ વિધિથી લગ્ન થતા હતા તો બીજી તરફ મુસ્લિમ દીકરીના નિકાહ થતા, ત્રીજી તરફ ઈસાઈ વિધિથી લગ્ન થતા અને ચોથા ખૂણે શીખ વિધિથી લગ્ન વિધિ યોજાઈ હતી. પી.પી.સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી અને વિવિધ સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત થઇ હતી, સાંજે વલ્લભભાઈની સાથે વડીલોએ દીપ પ્રાગટ્ય કર્યો હતો.

ચાર ધર્મની દીકરી આજે એક જ સમારોહમાં પરણ્યા હતા. તમામ મહેમાનોએ અને મહિયારામાં દીકરીના સાસુ-સસરાએ દીકરીનું પૂજન કર્યું હતું. ખુદ આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ પોતાની પુત્રવધુ જાનકી અને આયુષીનું પૂજન કરીને દીકરીઓને મહિમા દર્શાવ્યો હતો.

ચાર તબક્કામાં યોજાઈ રહેલા આ વર્ષના લગ્ન સમારોહની શરૂઆત સવારે સાત વાગ્યે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ લગ્ન સમારોહમાં પિતા વિહોણી 300 દીકરીઓના પાલકપિતા બનીને મહેશ વલ્લભભાઈ સવાણી પરણાવવાનું એક ભવ્ય આયોજન દરવર્ષની જેમ આ વર્ષે પણ કર્યું છે.

મહેશભાઈ સવાણીએ દીકરીઓની લગ્ન સમારોહમાં ફેરફારના કારણે થેયલા ફેરફારના કારણે પડેલી મુશ્કેલી માટે માફી માંગી હતી. મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, પિતાની ગેરહાજરીમાં જેહમતથી દીકરીનો ઉછેર કરનાર માતાના હસ્તે દીકરીનું કન્યાદાન કરવામાં આવે છે.

સમૂહલગ્ન અને સમાજ દ્વારા લાવવામાં આવેલી જાગૃતિના કારણે હવે 90% વરઘોડા ઓછા થયા છે. સાસરે જતી દીકરીઓને વેવાઈઓ દીકરાનું સ્થાન આપે તેવી પ્રાર્થના એમણે કરી હતી.

મહેશભાઈ એ કહ્યું હતું કે, દીકરી જ્યાં સુધી માના સ્વરૂપમાં હોય, ત્યારે ઘર એક સ્વર્ગ બની જાય છે. વેવાઈ વેવાણને વિનંતી કરી કે દીકરીઓનું જતન કરશો. દીકરીઓને જણાવ્યું કે સાસુ-સસરાને મા-બાપ સમજજો, નણંદ, દેરાણી, જેઠાણીને બહેન માનશો.

પરિવારને એક તાંતણે બાંધી રાખવાની પ્રેરણા આપી. ભવિષ્યમાં દીકરી ઉત્તમ માતા બને તેવી શુભેચ્છા પાઠવી દીકરીઓ સાસરીયામાં સરળ જીવન યાત્રા વિતાવે તેવી લાગણી વ્યક્તકરી આશીર્વાદ આપ્યા.

આજના લગ્ન સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કોંગ્રેસના પ્રતાપ દુધાત, આપ નેતા પ્રવીણ રામ, વિજય સુવાળા, નીખીલ સવાણી સહીત અનેક સમાજ અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

error: Content is protected !!