પત્નીનાં ચારિત્ર પર ગઈ શંકા, પતિએ ખેલ્યો એવો ખૂનની ખેલ કે દ્રશ્ય જોનારાઓ ચીસો પાડી ગયા

કોઈપણ સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે અને જ્યારે વિશ્વાસ ડગમગવા લાગે છે. ત્યારે માણસ ઘણીવાર હેવાન બની જાય છે. જેમ કે એક કેસ હરિયાણાના ફરીદાબાદમાં જોવા મળ્યો હતો. હા, તમે વિચારમાં પડી જશો કે આખરે ફરીદાબાદમાં શું થયું? તો ચાલો તે પહેલા તમને આખો મામલો જણાવીએ. ઉલ્લેખનીય છે કે, હરિયાણાના ફરીદાબાદના ધૌજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક યુવકે ગુરુવારે સવારે તેના સાથીની સાથે તેની પત્ની, સાસુ, સાળા અને તેના મિત્રને ગોળી મારી દીધી હતી.

જણાવી દઈએકે, આ ઘટનામાં પત્ની, સાસુ અને સાળાનાં મિત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે સાળાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ ડીએલએફે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે હત્યામાં વપરાયેલી બે પિસ્તોલ, એક છરી અને એક મોટરસાઇકલ મળી છે. આરોપી નીરજને તેની પત્ની આયેશાના ચારિત્ર્ય પર શંકા હતી. આ સિવાય તેણે તેના સાળા ગગન સાથે 10 લાખ રૂપિયાની લેવડદેવડ પણ કરી હતી.

ગગનની ફરિયાદના આધારે પોલીસે ધૌજ પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મૂળ પાણીપતના સામલખાના રહેવાસી ગગને પોલીસને જણાવ્યું કે બહેન આયેશાના લગ્ન લગભગ ચૌદ વર્ષ પહેલા એનઆઈટીમાં રહેતા નીરજ ચાવલા સાથે થયા હતા.

જણાવી દઈએ કે નીરજ પાસે NITમાં ગાજ-બટન અને લેડીઝ ટેલરિંગ મટિરિયલનું કામ છે. તેમને 12 વર્ષનો પુત્ર પણ છે. નીરજ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. આ બાબતે તે અવારનવાર એકબીજા સાથે ઝઘડા કરતા હતા. આ કારણે, આયેશા લગભગ એક વર્ષથી તેના પુત્ર સાથે પિયર રહેતી હતી. ઉલ્લેખનીય છે કે સેક્ટર-22માં રહેતા ગગન તેના મિત્ર રાજન સાથે જૂની કાર અને કબાટ ખરીદવાનું કામ કરે છે.

ગગન ઘણા વર્ષોથી સેક્ટર 55માં પોતાના પરિવાર સાથે રહેતો હતો. તો, લગભગ એક મહિના પહેલા તેણે મોહતાબાદમાં ભાડે મકાન લીધું હતું અને ત્યાં તેની પત્ની, બાળકો, માતા અને બહેન સાથે રહેવા લાગ્યો હતો. બે દિવસ પહેલા ગગન તેના પરિવાર સાથે ખાટૂશ્યામ ફરવા ગયો હતો. રાજન પણ તેમની સાથે હતો. પરત ફરતી વખતે રાજન તેમના ઘરે રોકાયો હતો.

ગુરુવારે રાત્રે જમ્યા પછી, આયેશા અને સુમન નીચેના રૂમમાં સૂઈ ગયા. ગગન, રાજન અને 12 વર્ષનો ભત્રીજો ઉપરના રૂમમાં સૂતો હતો. રાત્રે પોણા ત્રણ વાગ્યાની આસપાસ ગગનને ગોળીબારનો અવાજ સંભળાયો. તેનો જીજાજી નીરજ અને તેનો મિત્ર લેખરાજ રાજનને ગોળી મારી રહ્યા હતા. આ પછી બંનેએ ગગન પર ફાયરિંગ પણ કર્યું હતું જે ગોળી તેને કમરમાં વાગી હતી. આ પછી બંને આરોપીઓ નીચે ગયા અને ગગનની બહેન આયેશા અને માતા સુમનને ગોળી મારી દીધી. આ પછી આરોપીઓએ આયેશા અને સુમન પર છરી વડે પણ હુમલો કર્યો હતો.

ઘટના બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ગગનને ઈજા થઈ હતી. તેણે આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા અને ગગનને હોસ્પિટલમાં દાખલ કર્યો. અંતે, પોલીસ પ્રવક્તા સુબે સિંહનું કહેવુ છે કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!