‘હું આત્મહત્યા કરું છું……લવ યૂ ફ્રેન્ડ્સ….લવ યુ મોમ ડેડ’ કહી યુવક મોઢેરા કેનાલમાં કૂદી પડ્યો
મહેસાણા જિલ્લામાં હાલ એક યુવકનો આત્મહત્યા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાઈરલ વીડિયો પ્રમાણે યુવકે આ વીડિયો મોઢેરા કેનાલ પાસે ઉતાર્યો હતો. જેમાં યુવક પોતાને કિડનીની તકલિફ, માનસિક સ્થિતિ સારી ન હોવાથી આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવે છે. વીડિયોમાં યુવક જણાવે છે કે, ‘હું આત્મહત્યા કરું છું……લવ યૂ ફ્રેન્ડ્સ….લવ યુ મોમ ડેડ’ કહી કેનાલમાં કૂદી પડ્યો હતો.
લવ યુ મોડ ડેડ લવ યુ ફ્રેઇન્ડ કહી કૂદી પડ્યો
વીડિયોમાં યુવક બોલી રહ્યો હતો કે ” હાઈ હું જસવંત ઠાકોર, હું મોઢેરા કેનાલમાં આત્મહત્યા કરું છું. મારો પર્શનલ એટલે કે મારી માનસિક સ્થિતિ ખરાબ હોવાથી હું આત્મહત્યા કરું છું. જેમાં મારી ફેમેલીનું કે બીજા કોઈનો વોક નથી. મારી કિડનીની તકલીફ અને મારી માનસિક તકલીફ હોવાથી હું આત્મહત્યા કરું છું……લવ યૂ ફ્રેન્ડ્સ….લવ યુ મોમ ડેડ. મૃત્યુ પામેલા યુવકના છેલ્લી ઘડીના શબ્દો વીડિયોમાં કેદ થયા હતા.
યુવક ચાણસ્માના ગંગેટ ગામનો હોવાનું સામે આવ્યું
આત્મહત્યા કરનાર યુવક ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામનો જસવંત ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તે મોઢેરા કેનાલ આવી પહોંચ્યો હતો. જ્યાં યુવકે વીડિયોમાં પોતાની તકલીફો જણાવી અને કેનાલમાં કૂદી પડ્યો હતો.
જેની સ્થાનિક લોકોને જાણ થતાં લોકો એ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તારવૈયા મારફતે લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકના પરિવાર જાણ કરાતા પરિવારજનો મોઢેરા કેનાલ આવી પહોંચ્યાં હતા અને ઓળખ કરી લાશને પોતાના વતન લઇ ગયા હતા.