ન માની શકાય તેવી REAL ઘટનાઃ પુનર્જન્મનાં 27 વર્ષ બાદ, પહેલાં જન્મવાળી પત્ની સાથે ફરીથી ફરશે ફેરા, વાંચો શું છે મામલો

તમે બધાએ ‘પુનર્જન્મ’ વિશે ઘણી વાર્તાઓ સાંભળી હશે. પુનર્જન્મ એટલે કોઈ વ્યક્તિનો ફરીથી જન્મ થવો. જ્યારે આપણે પુનર્જન્મ વિશે વાત કરીએ છીએ, ત્યારે ધ્યાનમાં આવે છે કે વ્યક્તિ મૃત્યુ પછી ફરીથી જીવંત થઈ ગયો છે. પુનર્જન્મની વાતો બહુ ઓછા લોકો માને છે. પરંતુ આજે અમે તમને એક એવી વ્યક્તિ સાથે પરિચય કરાવવાનાં છીએ જે તેના પુનર્જન્મ માટે ઘણા વર્ષોથી ચર્ચામાં હતો. આ માણસ પાસે પણ તેના પુનર્જન્મના પુરાવા છે. રસપ્રદ વાત એ છે કે કેટલાક વર્ષોના પુનર્જન્મ પછી, તે વ્યક્તિ તેની પહેલાં જન્મની પત્ની સાથે ફરીથી લગ્ન કરવા જઇ રહ્યો છે.

વાસ્તવમાં અમે અહીં જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તે એક સમયે ‘મૃતક’ લાલ બિહારી હતો. તે વાસ્તવમાં મૃત્યુ પામ્યો ન હતો પરંતુ સરકારી કાગળમાં તેને મૃત જાહેર કરાયો હતો. જે બન્યું તે એ હતું કે તેના સબંધીઓએ તેને મૃત જાહેર કર્યા બાદ તેની જમીન છીનવી લીધી હતી. આ પછી, લાલ બિહારી કાગળ પર પોતાને જીવંત સાબિત કરવા માટે 18 વર્ષ લડ્યા. 30 જૂન 1994ના રોજ તેને ફરીથી કાગળ પર જીવંત જાહેર કરાયો. ત્યારે તે આ વાતને લઈને ઘણી ચર્ચામાં રહ્યા હતા.

આ ઘટનાના 27 વર્ષ બાદ તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેમની ચર્ચામાં આવવાનું કારણ તેની 56 વર્ષની પત્ની કર્મી દેવી સાથે ફરીથી લગ્ન કરવાનું છે. 66 વર્ષીય લાલ બિહારીને ત્રણ બાળકો છે. બે પુત્રી અને એક પુત્ર, તે બધાના લગ્ન થઈ ગયા છે. બિહારીલાલ જેવા ઘણા લોકો હજી પણ કાગળ પર પોતાને જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિષય તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તે ફરી એકવાર તેની પત્ની સાથે લગ્ન કરી રહ્યો છે.

લાલ બિહારી કહે છે કે 27 વર્ષ પહેલા મારો સરકારી રેકોર્ડ્સમાં પુનર્જન્મ થયો હતો. હવે હું ફરીથી મારી પત્ની સાથે લગ્ન કરીશ. સત્તાવાર રેકોર્ડ્સમાં મારા પુનર્જન્મ અનુસાર, પછી હું 27 વર્ષનો થઈશ. આ પુનર્લગ્ન દ્વારા, હું લોકોનું ધ્યાન ‘જીવતા મૃતકો’ ની દુર્દશા તરફ આકર્ષિત કરવા માંગુ છું.

લાલ બિહારી આગળ કહે છે કે હું કેસ લડીને જીત્યો છું, પરંતુ હકીકતમાં સરકારી પ્રણાલીમાં હજી સુધી કંઈ ખાસ બદલાયું નથી. હું સરકારી દસ્તાવેજોમાં 18 વર્ષ સુધી મૃત રહ્યો હતો. આજે પણ એવા ઘણા લોકો છે જેમને મૃત જાહેર કરીને તેમની જમીન સંબંધીઓ અને સરકારી અધિકારીઓએ મિલીભગતથી પડાવી લીધી હતી. હું છેલ્લા દાયકાઓથી આવા પીડિતોને મદદ કરું છું. જો કે, મારું આ અભિયાન હજી પણ ચાલુ રાખવું જોઈએ.

જણાવી દઈએ કે આઝમગઢ જિલ્લાના અમિલો ગામના રહેવાસી લાલ બિહારીને 1975માં સત્તાવાર રીતે મૃત જાહેર કરાયા હતા. આવી સ્થિતિમાં, પોતાને જીવંત સાબિત કરવા, તેણે ઘણા વર્ષોથી કાનૂની લડત લડવી પડી. તેણે તેમના નામમાં ‘મૃતક’ શબ્દ પણ ઉમેર્યો. આટલું જ નહીં, તેમના જેવા બીજા ઘણા લોકો પણ હતા, જેઓ તેમની સાથે જોડાયા અને મૃતક યુનિયન બનાવ્યુ. ફિલ્મ નિર્માતા સતિષ કૌશિકે પણ આ વાર્તા પર ‘કાગઝ’ નામની એક ફિલ્મ બનાવી હતી. તેમાં મુખ્ય ભૂમિકામાં પંકજ ત્રિપાઠી હતા.

error: Content is protected !!