ફેશનનાં ચક્કરમાં પડતા પડતા માંડ બચી ગઈ સલમાનની એક્સ ભાભી, હાઈ હિલ્સે આપ્યો દગો
પાર્ટીની તક હોય અને મલાઈકા અરોડાનો ડ્રેસ ચર્ચામાં ન હોય એવું બની શકે નહી. હાલમાં જ મલાઈકા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે કરિશ્મા કપૂરના ઘરે પહોંચી હતી. કરિશ્માની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકાએ રિવીલિંગ ડ્રેસ સાથે હાઈ હીલ્સ પહેરી હતી. પરંતુ આ દરમિયાન મલાઈકાને તેની હાઈ હીલ્સે છેતરી હતી. મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પડતા પડતા બચી
કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરા સૌથી હોટ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી. કરિશ્માનાં ઘરે પહોચતા જ મલાઈકા જેવી કારમાંથી બહાર ઉતરી તો કેમેરો તેના તરફ વળી ગયો. મલાઈકાએ બ્રેલેટ ઉપર વેલવેટનું શ્રગ પહેર્યું હતું. આ સાથે સિલ્વર કલરની હાઈ હીલ્સ પહેરી હતી. મલાઈકા કારમાંથી નીચે ઉતરી કે તરત જ તેનો પગ અસંતુલિત થઈ ગયો અને તે ઠોકર ખાઈ ગઈ. આ દરમિયાન મલાઈકા પાસે ઉભેલા એક વ્યક્તિએ તેનો હાથ પકડીને સંભાળી હતી.
કાણાવાળું સ્વેટશર્ટ પહેરીને દેખાયો અર્જુન કપૂર
આ ક્રિસમસ પાર્ટીમાં જ્યાં મલાઈકા બોલ્ડ લુકમાં જોવા મળી હતી, ત્યાં અર્જુન કપૂર કાણાવાળું સ્વેટશર્ટ પહેરીને જોવા મળ્યો હતો. જે તસવીરો સામે આવી છે તેમાં અર્જુન કપૂરનો સ્વેટશર્ટ કેમેરામાં કેદ થતાં જ તેના સ્વેટશર્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તેમાં અર્જુનનો લુક મલાઈકા કરતા થોડો વધુ કેઝ્યુઅલ દેખાતો હતો.
મલાઈકા અને ટેરેન્સનો ડાન્સ વાયરલ થયો હતો
મલાઈકા તેના ડ્રેસના કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. પરંતુ હાલમાં જ તેનો અને ટેરેન્સ લુઈસનો એક ડાન્સ વીડિયો ચર્ચામાં આવ્યો હતો. વાસ્તવમાં, મલાઈકા અરોરા આ દિવસોમાં રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2’ને જજ કરી રહી છે. મલાઈકા ઉપરાંત ટેરેન્સ લુઈસ અને ગીતા કપૂર પણ આ શોમાં જજ છે.
આ શોના તાજેતરમાં રિલીઝ થયેલા વીડિયોમાં તમે મલાઈકા અરોરા અને ટેરેન્સ લુઈસને એકસાથે સ્ટેજ પર જોશો. મ્યુઝિક વાગે છે અને મલાઈકા પોતાનો ડાંસ શરૂ કરી દે છે. પરંતુ પોતાના ડાન્સમાં બીઝી ટેરેંસની નજર જેવી મલાઈકાની કમર ઉપર પડે છે. તો તે એવા-એવા ઈશારા કરવા લાગે છે. જેને જોઈને તમને પણ શરમ આવી જશે.