ફેશનના ચક્કરમાં મલાઈકા માત્ર શોર્ટ શર્ટ પહેરીને નીકળી પડી, ‘પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ?’ જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના આઉટફિટને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ મલાઈકા શોર્ટ ડ્રેસને કારણે ટ્રોલ થઈ હતી. મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયો વાઇરલ થયા બાદ સો.મીડિયા યુઝર્સે એક્ટ્રેસને ઘણું જ ખરું-ખોટું સંભળાવ્યું હતું. મલાઈકા એ કહ્યું હતું કે ડ્રેસિંગ અંગે તમામના વિચારો અલગ અલગ હોઈ શકે છે. મારી અંગત પસંદ હંમેશાં મારી અંગત જ રહેશે.

શોર્ટ ડ્રેસમાં જોવા મળી
મલાઈકા માત્ર વ્હાઇટ શોર્ટ શર્ટમાં જોવા મળી હતી. એક્ટ્રેસે શર્ટ પર ડિઝાઇનર સ્વેટર પહેર્યું હતું. શોર્ટ શર્ટની સાથે મલાઈકાએ લેધર શૂઝ પહેર્યાં હતાં. મલાઈકાએ માત્ર શોર્ટ શર્ટ પહેરતાં જ યુઝર્સે ટ્રોલ કરી હતી.

ડ્રેસની મજાક ઉડાવી
મલાઈકાના આઉટફિટ સો.મીડિયા યુઝર્સને સહેજ પણ પસંદ આવ્યા નહોતા. ઘણાં યુઝર્સે કમેન્ટ કરી હતી કે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ કે? અન્ય કેટલાંકે કહ્યું હતું કે આ કોથળો ક્યાંથી ઉઠાવીને પહેરી લીધો? એક યુઝરે કહ્યું હતું કે ઉતાવળમાં દીદી પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ.

અર્જુન કપૂર સાથે લગ્ન કરશે?
મલાઈકા અરોરા અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકાના સંબંધો અર્જુન કપૂર સાથે છે. છેલ્લાં થોડાં સમયથી બંનેના લગ્નની ચર્ચા થઈ રહી છે. જોકે, અર્જુન કપૂરે કહ્યું હતું કે તે હાલમાં લગ્ન કરવા માગતો નથી.

ટ્રોલિંગ અંગે મલાઈકાએ કહ્યું હતું, મારી પસંદ ક્યારેય બદલાશે નહીં
એક ઇન્ટરવ્યૂમાં મલાઈકાએ ટ્રોલિંગ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘હંમેશાંથી મહિલાને તેના સ્કર્ટની લંબાઈ કે પછી ટોપની નેકલાઇનને કારણે જજ કરવામાં આવે છે.

હું લોકોની પસંદ પ્રમાણે મારું જીવન જીવી શકું નહીં અને તે પ્રમાણેના કપડાં પહેરી શકું નહીં. ડ્રેસિંગ ઘણી જ અંગત ચોઇસની વાત છે.

ડ્રેસિંગ અંગે તમામના વિચારો અલગ અલગ હોઈ શકે છે. મારી અંગત પસંદ હંમેશાં મારી અંગત જ રહેશે. હું બીજાની ડ્રેસિંગ ચોઇસ પર કમેન્ટ્સ કરી શકું નહીં.’

error: Content is protected !!