દીકરાને અમેરિકા વળાવ્યાના બીજા જ દિવસે મલાઈકાએ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે લગાવ્યા ઠુમકા
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બી-ટાઉનનું જાણીતું કપલ ઘણીવાર સ્પોટ થાય છે. શુક્રવારની રાતે પણ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પ્રી-વેડિંગ ફંક્શનમાં જોવા મળ્યાં હતાં. આ કપલ ડિઝાઈનર કૃણાલ રાવલ અને અર્પિતા મહેતાનાં લગ્નના ફંક્શનમાં પહોંચ્યું હતું. આ બંને 28 ઓગસ્ટે લગ્નગ્રંથિથી બંધાઈ જશે, પરંતુ આ પહેલાં પ્રી-વેડિંગ સેરેમની ફંક્શન શરૂ થઇ ચૂક્યાં છે.
હાલ તો આ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે, જેમાં બંને ‘છૈયા છૈયા…’ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોમાં મલાઈકા આઈવરી કલરના આઉટફિટમાં, જ્યારે અર્જુન બ્લેક કુર્તા-પાયજામામાં જોવા મળે છે.
ડાન્સ કરતી વખતે બંનેની એનર્જી અને તેમનું બોન્ડિંગ જોઇને બધા આ કપલનાં વખાણ કરી રહ્યા છે. તો બીજી તરફ અર્જુન અને મલાઈકા સાથે મળીને આ ગીતના હૂક સ્ટેપ કરતી વખતે બહુ જ સુંદર લાગી રહ્યાં છે.
આ પાર્ટીમાં કપૂર પરિવારના લગભગ બધા જ લોકો જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં અર્જુન કપૂરની બહેનો અંશુલા કપૂર, જાન્હવી કપૂર, શનાયા કપૂર, સંજય કપૂર, મહીપ કપૂર અને અનિલ કપૂર હતાં.
અર્જુન કપૂરે રેમ્પ વૉક કર્યું: અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા રહે છે. થોડા દિવસ પહેલાં અર્જુન કપૂરે કૃણાલ રાવત માટે રેમ્પ વોક કર્યું હતું.
આ જ ફૅશન શોમાં મલાઈકા અરોરા ઓડિયન્સમાં બેસીને અર્જુન કપૂરને પ્રોત્સાહન આપી રહી હતી. આ રેમ્પ વૉકના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.