કુદરતની કમાલ જ હતી કે બા 108 વર્ષની ઉંમરે પણ નરી આંખે ચોખ્ખું જોઈ શકતા અને મોઢામાં 32 દાંત પણ હતા

રાજકોટ: આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં વિશ્ર્વભરમાં માનવીનું સરેરાશ આયુષ્ય ઘટતું જોવા મળી રહ્યું છે. ત્યારે ગોંડલના પાટખિલોરી ગામે 108 વર્ષની ઉમરે રળિયાત બા નામના વયોવૃદ્ધ મહિલા 108 વર્ષ જીવ્યા હતા ત્યારે પોતાના જીવનના 108 વર્ષનું જીવન જીવ્યાં એ પણ નિરોગી તંદુરસ્ત અને સ્વસ્થ. વર્તમાન સમયમાં જિંદગીનું પ્રત્યેક વર્ષ પસાર કરતાં કરતાં માણસ હાંફી જાય છે. તેવો સંજોગોમાં કેટલીક વ્યક્તિઓ સેન્ચ્યુરી મારીને પણ આનંદી રહેતા હોય છે.

આવી જ એક વ્યક્તિ હતા ગોંડલના પાટખિલોરી ગામના રળિયાત બા. જેઓ ચોથી પેઢીએ 101 સભ્યોનો પરિવાર જોઈ 108 વર્ષે પરમાત્માની ગોદમાં સમાઇ ગયા. નવાઈની વાત એ છે કે તેઓ આખી જિંદગીમાં હોસ્પિટલનું પગથિયું પણ ચડ્યા નહોતા. બા ચાર ચાર પેઢીની લીલીવાડી છોડીને સ્વર્ગવાસ થયા હોઈ સૌ કોઈ દુઃખી તો હતા, પણ સાથે મનમાં એક વાતનો સંતોષ હતો કે તેઓ પોતાની જિંદગી સારી રીતે જીવ્યા.

જો વાત કરીએ તેમના પરિવારની તેમને સંતાનમાં ચાર પુત્રો અને ત્રણ પુત્રી સહિતના સાત સંતાનો છે. તે પૈકીના મોટા પુત્ર ઉકાભાઈની ઉંમર હાલ 82 વર્ષ છે. જ્યારે બીજા પુત્ર બાબુભાઈ (ઉં.વ. 74), ત્રીજા પુત્ર વાઘજીભાઈ (ઉં.વ.71), ચોથા દીકરી અંબાબેન (ઉં.વ.68), પાંચમાં દીકરી ચંપાબેન (ઉં.વ. 65), છઠ્ઠા દીકરા ગીરધરભાઈ (ઉં.વ. 62) અને સાતમાં દીકરી શારદાબેન (ઉં.વ.60) હાલ પણ હર્યાભરા પરિવારમાં જીવન વિતાવી રહ્યા છે. સાત સંતાનો સાથે પરિવારની રળિયાત બાના ચોથી પેઢીએ 101 સભ્યોનું કુટુંબ છે. તેમાં પણ સૌથી નાના પરિવારના સભ્યમાં પ્રપૌત્રના પુત્રની ઉંમર અઢી વર્ષની છે.

ખૂબજ સાત્વિક ખોરાક, સાદું જીવન, ઉચ્ચ વિચારો, મહેનતકશ જિંદગી અને નિખાલસ સ્વભાવ. આ તમામ ગુણોનો ભંડાર એટલે ગોંડલના પાટખિલોરી ગામના રળિયાત બા. રળિયાત બા. તેમના કુટુંબની વાત કરીએ તેમના પતિ રામજીભાઈ પોશીયાનું શ્વાસની બીમારીને કારણે 1974માં નિધન થયું હતું. હવે પતિનો સાથ નિભાવવા માટે તેઓ પણ 108 વર્ષની વયે અનંત યાત્રાએ નીકળી ગયા છે.

સાત સંતાનો સાથે પરિવારની રળીયાત બાના ચોથી પેઢીએ 101 સભ્યોનો પરિવાર છે. તેમાં પણ સૌથી નાના કુટુંબના સભ્યમાં પ્રપૌત્રના પુત્રની ઉમર અઢી વર્ષની છે. પોશીયા પરિવારમાં પૌત્રવધુના બ્રેઈન હેમરેજથી મૃત્યું સિવાઈની આ પરિવારમાં કોઈ દુઃખદ ઘટના પણ નથી બની એ પણ એક કુદરતની કૃપા જ કહેવાય. રળીયાત બાના જીવન અને જીવ્યાં ત્યાં સુધી તેમણે પોતાની જંદગીમાં શારિરીક સ્વસ્થતાની સાથે મૃત્યું સુધી કોઈ ડોક્ટરી સારવાર કે ટેબ્લેટ પણ નથી લીધી. તેઓ 108 વર્ષની વયોવૃદ્ધ ઉમરે પણ નરી આંખ જોઈ શકતાની સાથે સોયદોરો પણ પોરવી આપતાં હતા.

આ ઉપરાંત સ્પષ્ટ સાંભળી શકવાની સાથે મોઢામાં 32 દાંત સલામત પણ હતાં એ પણ એક કુદરતીની કમાલ જ હતી. પરંતું ગોંડલના પાટખિલોરી ગામે બે દિવસના અન્નત્યાગ બાદ જાણે પોતાના પરીવારની ચાર ચાર પેઢીની લીલુડી વાડી છોડીને સ્વર્ગવાસ થયા એ તો જાણે જીંદગી જીવ્યા હોય તો બસ એક જ ગોંડલના નાના એવા પાટખિલોરી ગામના બસ 108 વર્ષના રળિયાત બા પોશીયા.

error: Content is protected !!