અમદાવાદના 17 વર્ષીય પટેલ યુવકનું વાવકુવા ધોધમાં ડૂબી જતાં મોત, માતાનું કરૂણ આક્રંદ, સર્જાયા ભાવુક દ્રશ્યો

રાજ્યમાં હાલ વરસાદી સિઝન જામી છે. બીજી તરફ, શ્રાવણ મહિનો અને મીનિ વેકેશનનો માહોલ છે. ત્યારે હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ પર્યટક સ્થળે ઉપડી જતા હોય છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ વાવ કુવા ધોધ પણ વરસાદ વરસતા છેલ્લા કેટલાક દિવસોથી એક્ટિવ થયો છે. જ્યાં મહીસાગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી લોકો અહીંયા આવતા હોય છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ વાવ કુવા ધોધ પણ વરસાદ વરસતા છેલ્લા કેટલાક દિવસોથી એક્ટિવ થયો છે. જ્યાં મહીસાગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી લોકો અહીંયા આવતા હોય છે.

ત્યારે ગત રોજ અમદાવાદથી યુવાન અહીં નાહવા માટે આવ્યો હતો. જે ધોધના ઊંડા વહેણમાં ડૂબી ગયો હતો જેની જાણ આસપાસ ના લોકોને થતા સ્થાનિકો અને વહીવટી તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. બનાવની જાણ થતા આસપાસના લોકો ઉમટ્યા હતા.

વહીવટી તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો: ભારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસ કરતા યુવાનનું નામ અમન નિરજકુમાર પટેલ (ઉં.વ.17) એચ, 303, શ્રીનંદ નગર વિભાગ-5, મકરબા રોડ વેજલપુર અમદાવાદ હોવાનું જાણવા મળ્યું છે.

સમગ બનાવ બનતા મૃતકના પિતા નિરજકુમાર પટેલે પોલીસને જાણ કરતા અકસ્માતે મોત નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સ્થળે યુવાનના પરિવાર જનો પોહચતા કરુંણ કલ્પાંતથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું.

error: Content is protected !!