મહેશ સવાણીને હાર્ટ અટેક આવતા હોસ્પિટલમાં દાખલ, પરિવારજનો અને શુભચિંતકો ચિંતામાં મુકાયા, જાણો હાલ કેવી છે તબિયત?

એક ખૂબજ ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર સમાજસેવક ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગત મોડી રાતે હૃદયમાં દુખાવાની ફરિયાદ તેમના મિત્રો અને પરિવારજનોને કરી હતી. ત્યાર બાદ વધુપડતો હૃદયમાં દુખાવો છતાં તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમને હાર્ટ-એટેક આવ્યા હોવાનું કહ્યું હતું. હાર્ટ-એટેક આવતાંની સાથે જ હાલ ડોક્ટરો દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે.

પી પી સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારના લોકો અને શુભેચ્છકો તેમની તબિયત જાણવા માટે પહોંચ્યા છે. જોકે ડોક્ટરોના કહેવા મુજબ હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

AAP થોડા સમય પહેલાં છોડેલી
સમાજસેવક મહેશ સવાણી રાજકીય પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમણે તાજેતરમાં જ એને છોડવાનો નિર્ણય કર્યો હતો. ફરીથી તેઓ સમાજસેવાના કાર્યમાં લાગી ગયા હતા. પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન કરાવવા માટે તેમણે ખૂબ જ મોટું કામ કર્યું છે, જેના થકી સમાજમાં તેમની એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ તરીકેની ઓળખ ઊભી થઈ હતી.

પરિવાર ચિંતામા મુકાયો
મહેશ સવાણીની એકાએક તબિયત લથડતાં તેમના પરિવારના સભ્યો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારના સભ્યો વલ્લભભાઈ સવાણી સહિતના તમામ લોકો અત્યારે હોસ્પિટલે પહોંચ્યા છે. ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સવારે ડૉક્ટરોએ તપાસ્યા બાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેતાં પરિવારજનોમાં થોડો હાશકારો જોવા મળી રહ્યો છે.

ICUમાં શિફ્ટ કરાયા
વિપુલ તળાવિયા પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે લગભગ છેલ્લા 2 દિવસથી તેમની તબિયતને લઈને થોડી તકલીફ જણાતી હતી. ગઈકાલે સવારે મહેશભાઈએ અગાઉથી જ તેમની પત્નીને પણ કહ્યું હતું કે તેમને એટેક ગમે ત્યારે આવશે એવું લાગે છે તેમજ સવારે તેમના બ્લડ રિપોર્ટ કરાવ્યા હતા. તો બપોરે શુગર હાઈ આવ્યા બાદ તેમને સાંજના પી. પી. સવાણી હોસ્પિટલ સ્થિત વધુ તપાસ માટે લાવ્યા હતા.

ત્યાં કાર્ડિયોલોજિસ્ટ ડો. સંજયભાઈ વાઘાણી દ્વારા તેમનું નિદાન થતાં પરિવારજનો પૈકી પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલ સવાણી હાજર હોવાથી તેમને હૃદયનો એટેક આવ્યો હોવાની જાણ થતાં જ તેમને તરત એડમિટ કરીને એ સંદર્ભે વિશેષ સારવાર શરૂ કરવામાં આવી હતી.. તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!