પતિ-પત્ની માટે તો ઘરે બેડરૂમ છે, જઓ પતિ-પત્ની નથી તેઓને કપલ બોક્ષની સગવડતા આપીને શું કામ…

21 વર્ષની માસૂમ દીકરી ગ્રીષ્મા વેકરિયાની હત્યાની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે. ગ્રીષ્માની હત્યાના પડઘા આખા દેશની અંદર પડી  રહ્યા છે. ગ્રીષ્માની અંતિમવિધીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. માતા-પિતા, ભાઈ અને પરિવારના કરુણ કલ્પાંતથી ભાવુક દૃશ્યો સર્જાય હતા. આ મુદ્દે ઘણી મોટી હસ્તીઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. નામી લોક કલાકારોએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે. ત્યારે હવે આ બાબતને લઈને મહેશ સવાણીએ મોટી વાત કરી છે જે એકવાર જરૂર વાંચવા અને સમજવા જેવી છે…

મહેશ સવાણીએ પોતાની ફેસબુક પોસ્ટ શેર કરી જણાવ્યું કે શહેરોમાં સ્પા, સ્મોકિંગ ઝોનમાં કેવા ગોરખધંધા ચાલે છે તે બધાને ખબર છે.. હવે કપલ બોક્ષ આવ્યા….જો તેઓ પતિ – પત્ની છે તો શું ઘરે બેડરૂમ નથી ??? અને જો તેઓ પતિ – પત્ની નથી જ તો તેઓને આવી સગવડતા આપીને શું કામ સમાજનું અધઃપતન કરો છો…

સીધા – સાદા,વ્યસન વગરનાં, જરુર પુરતું બોલનારા, સમજી વિચારીને ખર્ચ કરનારા છોકરાઓને આજના સમયમાં બધી નહીં તો પણ‌ ઘણી છોકરીઓ બાયલા સમજે છે. જ્યારે વ્યસનોના બંધાણી, બેફામ ખર્ચ કરી પૈસા ઉડાવી દેનારા, ખોટો દેખાડો કરનારા, હીરોગીરી કરતાં, ટપોરી ટાઈપના છોકરાઓ … ઘણી છોકરીઓના આદર્શ છે.

સોશ્યલ મીડિયામાં ચિત્ર – વિચિત્ર વિડિયો, ફોટાઓ જોઈને વડીલો મનમાં મુંઝાઇ રહ્યા છે. તેઓને કોઈ કહેવાની હિંમત કરતું નથી એટલે જ ઘણા છોકરાઓના માનસ વિકૃત બની રહ્યા છે… તેઓ હિંસક અને આક્રમક બની રહ્યાં છે.

સમાજ ક્યાં રસ્તે જઈ રહ્યો છે ? બધાને ખબર છે … પણ કોઈ બોલતું નથી, બોલે છે તો સામે વાળા સાંભળતા નથી…. હવે વધારે વાર નથી, ખુબ ઓછા સમયમાં આપણે આપણી આજુબાજુ એવી ઘટનાઓ જોશું… જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય.

વડિલો, શિક્ષકો , બુધ્ધીજીવીઓ, સમાજ સુધારકો …. ભિષ્મ પિતામહ ની જેમ ખુલ્લી આંખે સમાજનું વસ્ત્રાહરણ જોઈ રહ્યા છે… તો વળી કોઈએ આંખો બંધ કરી લીધી છે‌. સૌ લાચાર છે… કારણકે તેઓ શિખામણ આપવા જાય તો તેઓને જુની પેઢીના, ગમાર, અભણ નું લેબલ લાગી જાય છે…. અપમાન કરી હડધુત કરવામાં આવે છે….

બધાને સત્ય ૧૦૦ ટકા સમજાશે… પણ ત્યાં સુધીમાં ખુબ મોડું થઈ ગયું હશે, પાછું વળવું અશક્ય હશે કારણકે સમય પાસે રિવર્સ ચાવી નથી…. અત્યારથી જ સમજી જાવ તો સારું છે બાકી આવનારો સમય એવી થપ્પડ મારશે કે તમ્મર આવી જશે.

– ભગવાન સૌને સદબુદ્ધિ આપે🙏

error: Content is protected !!