હ્રદયદ્રાવક ઘટનાઃ લાડલી દીકરીના લગ્નના 10 દિવસ પહેલા માતાનું મોત, દીકરીની હાલત રડી રડીને ખરાબ, ભાવુક તસવીરો

વડોદરાના ગાજરાવાડીના ગોમતીપુરામાં ગત સપ્તાહે એલ.પી.જી. સિલિન્ડર બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત મહિલા ભારતીબેનનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું થયું છે. ભારતીબેન પુત્રીના લગ્ન હોવાથી પિયરમાં કંકોત્રી આપવા માટે આવ્યા હતા. ગત 3 ફેબ્રુારીના રોજ ગાજરવાડીના ગોમતીપુરામાં સિલિન્ડિર બ્લાસ્ટ થયો હતો. દીકરીના લગ્નના કોડ અધૂરા રહી ગયા.

વડોદરા શહેરના ગાજરાવાડીના ગોમતીપુરામાં ગત 3 ફેબ્રુઆરીના રોજ મહેસાણાથી ભારતીબેન લિંબાચીયા પોતાની પુત્રીના લગ્ન હોવાથી વડોદરા પિયર ખાતે કંકોત્રી આપવા માટે આવ્યા હતાં. આ દરમિયાન તેઓ પડોશીના ઘરે કંકોત્રી આપવા માટે પહોંચ્યા અને જેવા તેઓ ત્યાં પહોંચ્યા કે ઘરમાં રહેલા એલ.પી.જી. સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.

આ ઘટનામાં એક બાળક સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. જેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આજે સારવાર દરમિયાન ભારતીબેન લિંબાચીયાનું મૃત્યું થયું છે. જેમના અંતિમસંસ્કાર પણ વડોદરા ખાતે જ કરવામાં આવ્યા છે.

ભારતીબેન રમેશભાઇ લીંબાચિયાની દીકરીના લગ્ન આગામી 20 ફેબ્રુઆરીના રોજ યોજવાના હતાં. જેથી તેઓ પિયરમાં ભાઇ અને પડોશીઓને ત્યા કંકોત્રી આપવા માટે આવ્યા હતાં. જો કે હવે ભારતીબેનના દીકરીના લગ્ન કરવાના કોડ અધૂરા રહી ગયા છે અને પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.

એલ.પી.જી સિલિન્ડરમાં ધડાકા બાદ ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે ઘરમાં રહેલ ટીવી, ફ્રિજ, સહિતની ઘરવખરી પણ આગના લપેટામાં આવી ગઇ હતી. ફાયરબ્રિગેડ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂમાં લેવામાં આવ્યો હતો અને ભારતીબેન લિંબાચિયા, જ્યાતિબેન પટેલ, વિકિભાઇ પટેલ અને બાળક ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

error: Content is protected !!