પત્ની રક્ષાબંધન મનાવવા પિયર ગઈ, ને કથા વાચક પ્રેમિકાને ઘરે લઈ આવ્યો, અને પછી…

એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ પોતાના કથા વાચક અને તાંત્રિક પતિને પ્રેમિકા સાથે રંગેહાથ પકડ્યો હતો. પત્નીએ પછી પ્રેમિકાની પોલીસની સામે ધોલાઈ કરી હતી. રક્ષાબંધન પર પત્ની પિયર ગઈ હતી અને પતિએ તરત જ પ્રેમિકાને બોલાવી હતી. પત્ની પિયરથી ભાઈ સાથે પરત ફરી તો તેણે પ્રેમિકા ને પતિને સાથે જોઈ લીધા હતા. પતિના કહેવા મુજબ આ તેની પ્રેમિકા નહીં પણ શિષ્યા છે.

આ ઘટના મધ્યપ્રદેશના શાઝાપુર જિલ્લાના મોહાન બડોદિયાની છે. કથા વાચકની પત્ની રક્ષાબંધન માટે પિયર ગઈ હતી. આ દરમિયાન માતા-પિતા પણ નહોતા. પત્ની તહેવાર સેલિબ્રેટ કરીને પરત ફરી હતી.

તેને જાણ થઈ કે ઘરમાં પતિની સાથે અન્ય મહિલા છે. ત્યારબાદ તેણે પોલીસને બોલાવી હતી. પોલીસે ઘરમાં જઈને મહિલાને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મળી નહોતી.

ઘરના એક રૂમમાં તાળું માર્યું હતું. પત્નીએ તે રૂમનો દરવાજો ખોલવાનું કહ્યું તો પતિએ ના પાડી દીધી હતી. પછી પોલીસે દરવાજો તોડી નાખ્યો હતો. રૂમની અંદર પ્રેમિકા હતા.

પત્ની અને પ્રેમિકાની વચ્ચે ઘરની બહાર મારામારી થઈ હતી. ત્યારબાદ મહિલા પોલીસકર્મીએ પણ પ્રેમિકાને માર માર્યો હતો. પતિ ને પ્રેમિકાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પૂછપરછમાં પોલીસે પ્રેમિકાને તેના પરિવાર સાથે જવા દીધી હતી.

તાંત્રિક અને કથા વાચક પતિ વિરુદ્ધ મારપીટનો કેસ દાખલઃઃ આરોપી તાંત્રિકનું નામ જિતેન્દ્ર શાસ્ત્રી છે. મધ્યપ્રદેશના અનેક જિલ્લામાંથી તેની પાસે લોકો આવે છે. તે તંત્ર વિદ્યાની સાથે ભાગવત કથા પણ કરે છે. પ્રેમિકા મધ્યપ્રદેશના ગુના જિલ્લાની છે.

તાંત્રિકે પહેલાં પ્રેમિકાને શિષ્યા ગણાવી હતી અને પછી પત્ની કહેતો હતો. તાંત્રિક પત્નીને અવારનવાર માર મારતો હતો. પત્નીની ફરિયાદ પર તાંત્રિક પર મારપીટનો કેસ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!